Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૬ વર્ષ પહેલા કરાઈ હતી અપીલઃ
જામનગર તા. ૬: જામજોધપુરના મોટા વડીયા ગામમાં આવેલી ખેતીની એક જમીન અંગે વર્ષાે પછી બે વ્યક્તિએ વારસાઈ હક્ક હોવાની રજૂઆત કરી દાવો અને તે પછી અપીલ કરી હતી. તે અપીલ અદાલતે ખર્ચ સાથે રદ્દ કરી છે.
જામજોધ૫ુર તાલુકાના મોટા વડીયા ગામમાં આવેલી ખેતીની જમીનના પ્રમોલગેશન સમયના મૂળ માલિક ગોવા નોંધાના વારસોએ વર્ષ ૨૦૦૧ માં જાસીબેન સોમાભાઈ કરંગીયાને તે જમીન વેચી હતી.
ત્યારપછી સતીબેન કરમુર અને તેઓએ લખમણ રાણા ભાઈ દેથરીયાને તે જમીન વેચી હતી. તે દરમિયાન મોટા વડીયા ગામના મીણીબેન મારખીભાઈ ડાંગરે તે જમીનમાં પોતાનો વારસાઈ હક્ક હોવા અંગે દાવો કર્યાે હતો. તે દાવા પછી જામનગર જિલ્લા અદાલતમાં અપીલ કરાઈ હતી.
ઉપરોક્ત અપીલ ચાલી જતાં અદાલતે મીણીબેન, પરેશ ડાંગર વારસાઈ હક્ક સાબિત કરી શક્યા નથી તેમ ઠરાવી ખર્ચ સાથે અપીલ રદ્દ કરી છે. લખમણભાઈ તરફથી વકીલ હાજી હસન ભંડેરી, અઝીમ ભંડેરી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial