Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અવૈધ કબજો જમાવ્યો હોવાનું ગાણું ગાયુઃ
નવી દિલ્હી તા. ૬: 'જૂનાગઢ પર ભારતનો અવૈધ કબજો' છે અને આ શહેર પાકિસ્તાનનો હિસ્સો છે તેવો પાકિસ્તાને રાગ આલાપ્યો છે, અને હવે જૂનાગઢ પણ પાકિસ્તાનનું હોવાનો જૂઠાણાભયો દાવો કર્યો છે.
કાશ્મીર પછી હવે પાકિસ્તાને જૂનાગઢને લઈને ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું છે. ગુરુવારે પાકિસ્તાની વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે ફરી જૂનાગઢનો મુદ્દો ઊઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો છે કે ભારતે જૂનાગઢ પર ગેરકાયદેસર કબજો કર્યો છે.
સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગમાં, મુમતાઝે જણાવ્યું હતું કે, જૂનાગઢને લઈને પાકિસ્તાનનું નીતિવિષયક નિવેદન હંમેશાં સ્પષ્ટ રહ્યું છે કે ભારતના ગુજરાતનું એક શહેર કે જેને ૧૯૪૮ માં ભેળવી લેવામાં આવ્યું હતું.
તેમણે દાવો કર્યો છે કે જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાનું હતું. પાકિસ્તાન આ મુદ્દાને ઐતિહાસિક અને કાયદાકીય પરીપ્રેક્ષ્યમાં જોઈ રહ્યું છે. જૂનાગઢ પાકિસ્તાનનો હિસ્સો હતો અને ભારતનો તેની પર અવૈધ કબજો સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય ધોરણોનું ઉલ્લંઘન છે.
મુમતાઝે કહ્યું કે પાકિસ્તાન હંમેશાં રાજનીતિક અને કુટનીતિક મંચો પર જૂનાગઢના મુદ્દાને ઊઠાવતું રહ્યું છે અને તેનું શાંતિપૂર્ણ સમાધાન ઈચ્છે છે. તેમણે કહ્યું પાકિસ્તાન પણ જૂનાગઢના મુદ્દાને પણ જમ્મુ અને કાશ્મીરની જેમ અધુરો એજન્ડો માને છે. પાકિસ્તાન વિશ્વના દરેક મંચ પર કાશ્મીર મુદ્દો ઊઠાવી રહ્યું છે, પરંતુ તેને કોઈ જગ્યાએ સ્વીકાર નથી થયો. પાકિસ્તાન આતંકવાદના માર્ગે કાશ્મીરને મેળવવા માટેના સપના જુએ છે. જેના કારણે ભારત સાથે પાકિસ્તાનના સંબંધો નીચા સ્તરે છે.
વધુમાં પ્રેસને બ્રિફિંગ આપતા મુમતાઝે બાંગ્લાદેશ સાથે સકારાત્મક અને મજબૂત સંબંધો વિક્સાવવાની પાકિસ્તાનની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમના મતે 'બન્ને દેશોની સરકારોના સહયોગથી સંબંધો વધુ સુધરશે.' તેમણે પત્રકારોને કહ્યું કે, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેના મજબૂત સંબંધો બન્ને દેશોના લોકો માટે ફાયદાકારક છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial