Advertisement
Author: નોબત સમાચાર

છોટીકાશીમાં વિધ્નહર્તા દેવના સ્વાગત માટે ઠેર-ઠેર પંડાલ-મંડપ સમિયાણા ઉભા કરાયા

વિવિધ વિસ્તારોમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવા મંડળો-સંસ્થાઓમાં થનગનાટઃ

છોટીકાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં નગરજનો દ્વારા વિધ્નહર્તા દેવના સ્થાપન માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, શહેરના અનેક નાના મોટા વિસ્તારોમાં ગણપતિની નાની-મોટી પ્રતિમાનું સ્થાપન કરવા માટે મંડપ-સમિયાણા તેમજ ગણપતિજીના પંડાલ ઉભા કરવામાં આવી રહ્યા છે. આવતીકાલે દુંદાળા દેવના સ્થાપન માટે અનેક ગણપતિ મંડળો તેમજ જુદી-જુદી સંસ્થાઓ દ્વારા ગણપતિજીની પ્રતિમાઓ સ્થાપન કરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જામનગર શહેરના અનેક મુખ્ય વિસ્તારોને રોશની, ધ્વજા પતાકાથી શણગારવામાં આવી રહ્યા છે. એક દિવસથી લઈ ૧૧ દિવસ સુધીના ગણપતિજીના મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શ્રધ્ધાળુઓમાં દુંદાળા દેવ ગણેશજીને સત્કારવાનો થનગનાટ જોવા મળી રહ્યો છે અને પ્રતિમાઓનું વાજતે-ગાજતે સ્વાગત કરવામાં માટે છોટીકાશી તૈયાર થઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh