Advertisement
Author: નોબત સમાચાર

માળખાકીય સુવિધાઓ-સેવાઓ માટે રૂ. ૯૯.૬૦ ના ખર્ચને અપાઈ મંજુરી

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીમાં

જામનગર તા. ૬: જામનગર મહાનગરપાલિકા સ્ટેન્ડીંગ કમિટીની ગઈકાલે મળેલ બેઠકમાં રૂ.  ૯૯ લાખ ૬૦ હજારના વિવિધ ખર્ચાઓને મંજુરી આપવામાં આવી હતી.

જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ગઈ સાંજે ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં ૧૦ સભ્યો ઉપરાંત મેયર વિનોદ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી, નાયબ કમિશનર ડી.એ.ઝાલા સિટી ઈજનેર ભાવેશ જાની અને આસી. કમિશનર (ટેકસ) જીગ્નેશ  નિર્મળ ઉપસ્થિત રહ્યા હતાં.

વોર્ડ નંબર ૧૧ માં મહાપ્રભુજી બેઠક વિસ્તારમાં આંગણવાડીમાં સીસી રોડ, સીસી બ્લોક માટે રૂ.  ૧૦ લાખનું ખર્ચ મંજુર કરાયું હતું.

વોર્ડ નંબર ૧૬માં જામનગર-રાજકોટ રોડથી ધોરીવાવ ગામ સુધી ભાગ-૧માં સીસી રોડ માટે રૂ.  ૩૪.૭૦ લાખ અને ભાગ-ર માટે રૂ.  ૩ર.૪૮ લાખનું ખર્ચ મંજુર કરાયું હતું.

વોટર વર્કસ શાખાના ડંકી વિભાગ માટે છકડો રિક્ષા ભાડા માટે રૂ.  ૧ લાખ ૪ર હજાર, તથા લેબર-લો કન્સલટન્ટની નિમણૂક કરવા માટે વાર્ષિક રૂ.  ૬ લાખનું ખર્ચ મંજુર કરાયું હતું. આ ઉપરાંત ત્રણ દરખાસ્તો અધ્યક્ષ સ્થાનેથી રજુ થઈ હતી જેમાં, શ્રાવણ લોકમેળામાં અન્વયે મેળાના દિવસો સરકારી ગાઈડલાઈન મુજબ અમલવારી કરી તા. ૧૧-૯-ર૪ સુધી મુદ્દત વધારો કરવા મંજુર કરાયું હતું. વોર્ડ નંબર ર,૩ અને ૪માં મેટલ, મોરમ ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવાના કામ માટે વધારાનું રૂ.  ૭ લાખ પ૦ હજાર અને વોર્ડ નંબર ૮,૧પ અને ૧૬ માટે રૂ.  ૭ લાખ પ૦ હજારનો વધારાનો ખર્ચ મંજુર કરાયો છે. આમ કુલ ૯૯ લાખ ૬૦ હજારનો ખર્ચ મંજુર કરાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh