Advertisement
Author: નોબત સમાચાર

પિત્તળની ભઠ્ઠીમાંથી ગરમ રસ ઉડતાં ત્રણ શ્રમિક દાઝી જતાં મચી દોડધામ

દરેડ જીઆઈડીસીમાં ભઠ્ઠીમાં બન્યો બનાવઃ

જામનગર તા. ૬: જામનગરના જીઆઈડીસી દરેડમાં એક ભઠ્ઠીમાં ગઈકાલે ત્રણ શ્રમિક પર પિત્તળનો ગરમ રસ ઢોળાતા તેઓ દાઝી ગયા છે. ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

જામનગરના દરેડ જીઆઈ ડીસી ફેસ-૩માં આવેલી શ્રી ભવાની એક્સટ્રુઝન નામની પિત્તળની ભઠ્ઠીમાં ગઈકાલે બપોરે કેટલાક શ્રમિકો કામ કરી રહ્યા હતા ત્યારે ભઠ્ઠીમાં ઉકળી રહેલા પિત્તળના રસમાં એક શ્રમિકે પાઈપ નાખતા તેમાં ધગધગી રહેલો રસ ઢોળાવા માંડ્યો હતો.

આ વેળાએ ભઠ્ઠી પાસે હાજર નિલેશ દહીહાન, વિકાસ યાદવ, મતસીંગ યાદવ નામના ત્રણ શ્રમિક પર ગરમાગરમ રસ પડતા ત્રણેય શ્રમિક દાઝી ગયા હતા. તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. પોલીસે આ યુવકોનું નિવેદન નોંધ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh