Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના ધારાસભ્યએ ઉમદા દાખલો બેસાડ્યોઃ વિવિધ સેવાકાર્યોના શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજ્યાઃ
જામનગરના ભાજપના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાનો જન્મદિવસ ગઈકાલે સમગ્ર જામનગરમાં સેવાકીય કાર્યક્રમો સાથે ઉજવવામાં આવ્યો હતો, જેમાં સમાજના વિવિધ વર્ગોના કલ્યાણ માટે સમર્પિત રિવાબાએ પોતાનો જન્મદિવસ સમાજસેવાને સમર્પિત કરીને નવો દાખલો બેસાડ્યો, અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. જેમાં મુખ્યત્વે ર૧ દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતામાં રૂ. ૧૧,૦૦૦ ની પ્રથમ હપ્તાની ભેટ, વિદ્યાભારતી અંતર્ગત સંચાલિત શૈક્ષણિક સંસ્થાના ૧૧ર બાળકોને દત્તક લેવા, ૧૧ નવવિવાહિત દીકરીઓને કરિયાવરની ભેટ, ૧૧ રમતવીરોને ક્રિકેટ કીટ અર્પણ, અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના અંતર્ગત બુથ પ્રમુખો અને વોર્ડ પ્રમુખોને રૂ. ૧૦ લાખનો વીમો, થેલેસેમિયા મેજર જેવા રોગના દર્દીઓ માટે રૂ. પાંચ લાખનું અનુદાન, આકસ્મિક સ્થિતિ માટે આઈસીયુ ઓન વ્હીલ પ્રદાન, મચ્છરનગરમાં લાઈબ્રેરી-કમ-રીડિંગ રૂમ તથા સિવણ ક્લાસનું ખાતમુહૂર્ત, આધાર કાર્ડ સમાધાન કેન્દ્રનો શુભારંભ, આંગણવાડીના સમારકામ પછી પુનઃ લોકાર્પણ, અત્યાધુનિક કોમ્પ્યુટર ક્લાસરૂમનું ખાતમુહૂર્ત અને સ્માર્ટ શાળાનું લોકાર્પણ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે રિવાબાએ કહ્યું હતું કે, 'સમાજસેવા એ મારા માટે ધર્મ છે. આજે મારા જન્મદિવસ નિમિત્તે મેં સમાજના વિવિધ વર્ગોના લોકોને સેવા કરવાનું સૌભાગ્ય મેળવ્યું છે. હું આશા રાખુ છું કે આ કાર્યક્રમોથી સમાજના નબળા વર્ગોને મદદ મળશે'.
ગઈકાલે તા. પ/૯ ના સવારે ૧૦ કલાકે વિશ્વકર્માની વાડી, (બાગ) ગાંધીનગર રોડમાં ધર્મગુરુઓની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ખીજડા મંદિરના ધર્મગુરુ સંત શ્રી કૃષ્ણમણિજી મહારાજશ્રી અને આણદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવીપ્રસાદજી મહારાજના અને સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી શ્રી ચતુર્ભૂજદાસજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતાં.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડિયા, ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જુથના નેતા આશિષભાઈ જોષી, દંડક કેતનભાઈ નાખવા, શહેર મહામંત્રી મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા અને પ્રકાશભાઈ બાંભણિયા, એડવોકેટ દિનેશભાઈ વિરાણી, અન્ય કોર્પોરેટરો, સરકારી જી.જી. હોસ્પિટલના અધિક્ષક ડો. દિપક તિવારી તથા સરકારી મેડિકલ કોલેજના ડીન ડો. નંદીની દેસાઈ તેમજ અન્ય તબીબી અધિકારીઓ સહિત મહાનુભાવો અને જામનગરના અન્ય રાજકીય અગ્રણીઓ, વેપારી આગેવાનો અને જનતા ઉપસ્થિત રહી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial