Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેર-જિલ્લા ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનઃ જામનગર લોકસભા વિસ્તારમાં સાત લાખ સદસ્યોનું લક્ષ્યાંક

સંસદસભ્ય-ધારાસભ્યો સહિતના અગ્રણીઓએ કરાવી પુનઃ નોંધણીઃ

જામનગર તા. ૬: ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ દર છ વર્ષે સદસ્યતા અભિયાનનું આયોજન કરવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પક્ષના સભ્ય તરીકે પુનઃ નોંધણી કરાવી સદસ્યતા અભિયાન-ર૦ર૪ નો આરંભ કરાવ્યો હતો જે અંતર્ગત જામનગર શહેર-જિલ્લામાં આ અભિયાનની શરૂઆત સંસદસભ્ય પૂનમબેન માડમે કરાવી હતી.

આ પ્રસંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરાએ જણાવ્યું હતું કે, હાલારના બન્ને જિલ્લામાં ૭ લાખ સભ્યો બનાવવાનું લક્ષ્યાંક છે. શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરાએ સૌનું સ્વાગત કર્યું હતું.

આ તકે સંસદસભ્ય પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, ભાજપ માત્ર રાજકીય સંગઠન નથી, પણ રાષ્ટ્રને મજબૂત કરવાની વિચારધારા સાથે સમાજસેવાના કાર્યોમાં પણ હંમેશાં અગ્રેસર રહેનારો પક્ષ છે. પક્ષમાં યુવા વર્ગ જોડાય તેવી અપીલ કરી હતી. જેથી પક્ષમાં નવી ઊર્જા, નવા વિચારોનો સમાવેશ થશે. ગુજરાતમાં બે કરોડ સભ્યો બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. કોઈપણ વ્યક્તિ મો.નં. ૮૮૦૦૦ ૦ર૦ર૪ ઉપર મીસ્ડ કોલ કરીને સભ્ય બની શકે તેવી વ્યવસ્થા હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે ખાસ કરીને યુવા-યુવતીઓ, મહિલાઓને પક્ષમાં જોડાવા અપીલ કરી હતી.

પત્રકાર પરિષદ પછી જિલ્લા ભાજપ કાર્યાલયમાં સંસદસભ્ય પૂનમબેન માડમ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા વગેરેએ પ્રાથમિક સભ્ય તરીકે પુનઃ નોંધણી કરાવી અભિયાનનો આરંભ કરાવ્યો હતો.

આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રભારી ભાનુભાઈ મહેતા, પલ્લવીબેન ઠાકર, શહેર મહામંત્રી પ્રકાશભાઈ બામણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, અભિષેક પટવા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, શાસક પક્ષના નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા સહિત પૂર્વ ધારાસભ્ય મનહરભાઈ ઝાલા, પૂર્વ અધ્યક્ષ હસમુખ હિંડોચા સહિત પૂર્વ ધારાસભ્યો, પૂર્વ મેયરો, પૂર્વ અધ્યક્ષ ઉપરાંત મોરચા, સેલના પદાધિકારીઓ, વોર્ડ સમિતિના સભ્યો ઉપરાંત ભાજપ મીડિયા વિભાગ જામનગર જિલ્લાના કન્વીનર નરેન્દ્રસિંહ પરમાર, સહ કન્વીનર બાવાંજી સંઘાણી, જામનગર શહેર મીડિયા વિભાગ કન્વીનર ભાર્ગવ ઠાકર, સહ કન્વીનર દિપાબેન સોની, લક્ષ્મણ ગઢવી સહિત પ્રેસ/મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh