Advertisement
Author: નોબત સમાચાર

સેબીના વડા માધબી પુરી બૂચની મુશ્કેલી વધીઃ પીએસી આ વર્ષે કરશે સેબીના કામકાજની સમીક્ષા

હિન્ડનબર્ગના આરોપોને બેબુનિયાદ ગણાવી ફગાવ્યા હતા

નવી દિલ્હી તા. ૬: હિન્ડનબર્ગના આરોપોન ફગાવ્યા પછી હવે સેબીના વડા માધબી પુરી બુચ નવી મુસીબતમાં મુકાયા છે, કારણ કે  હવે પીએસી પણ તેણીની પુછપરછ કરી શકે છે.

હિન્ડનબર્ગના આરોપો પછી માર્કેટ રેગ્યુલેટર સેબીના વડા માધબી પુરી બુચ સતત વિવાદોમાં રહ્યા છે., તેમના પર એક પછી એક આરોપોનો વરસાદ થઈ રહ્યો છે. જો કે, અત્યાર સુધી સેબીએ તમામ આરોપો મુદ્દે સ્પષ્ટતા આપતાં પાયાવિહોણા દર્શાવ્યા છે. હિન્ડનબર્ગની શરૂઆતથી માંડી આઈસીઆઈસીઆઈ બેન્કનો પગાર લેવા અને કર્મચારીઓને ટોક્સિક વર્ક કલ્ચર આપી રહી હોવાના ગંભીર આરોપો લાગ્યા છે. કોંગ્રેસ સહિત કર્મચારીઓ સતત સેબીના વડા પદેથી રાજીનામુ લેવાની માંગ કરી રહ્યા છે.

સરકારી ખર્ચા પર દેખરેખ રાખતી સંસ્થા પબ્લિક એકાઉન્ટ કમિટીએ આ વર્ષે પોતાના એજન્ડામાં સિક્યુરીટીઝ માર્કેટ ઓફ એકસચેન્જ બોર્ડની કામગીરીની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સંસદીય સમિતિએ પોતાના એજન્ડાની નોટિફીકેશન જારી કરતા જણાવ્યું હતું કે, સમીક્ષા પ્રક્રિયા દરમિયાન વર્તમાન સેબી વડા સાથે પૂછપરછ કરી શકે છે.

સેબીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા માધબી પુરી બુચની લીડરશીપ હેઠળ ટોક્સિક વર્ક કલ્ચર અનુભવી રહ્યા હોવાનો આરોપ છે, તેઓએ નાણા મંત્રાલય સમક્ષ ફરિયાદ પણ કરી છે. ગઈકાલે તેમણે દેખાવો કરી માધબીનું રાજીનામું લેવાની માંગ કરી હતી. કોંગ્રેસે પણ માધબી સેબી ઉપરાંત આઈસીઆઈસીઆઈ ગ્રુપ પાસેથી પગાર વસૂલી રહેવાના આરોપ સાથે રાજીનામું લેવાની માંગ કરી છે.

હિન્ડબર્ગે સેબી ચીફ માધબી પુરી બુચ પર આરોપ મૂકયો હતો કે, તે અદાણી ગ્રુપના વિદેશી ફંડમાં હિસ્સો ધરાવે છે. ફોરેન ઓફશોર ફંડમાં માધબી અને તેમના પતિનો હિસસો દાવાના દાવા સાથે સેબીએ અદાણી ગ્રુપ વિરૂદ્ધ તપાસમાં નરમ વલણ અપનાવ્યું હોવાનો આરોપ મૂક્યો છે. જો કે, માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે તમામ આરોપોને પાયાવિહોણા કહી ફયાવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh