Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૬: બીએસએનએલ-એમટીએનએલ ના આઠ એસોસિએશનના જોઈન્ટ ફોરમ દ્વારા અમદાવાદમાં તા. પ-૯-ર૪ના એક રેલીનું આયોજન થયું હતું. આ પછી આવેદનપત્ર પાઠવી પેન્શન પ્રશ્ને રજુઆત કરવામાં આવી હતી.
તા. ૧-૧-ર૦૧૭થી બાકી પેન્શન રિવીઝન ૩જી પીઆરસી મુજબ ૧પ ટકા ફિટમેન્ટ સાથે વેતન સુધારણાથી અલગ કરીને લાગુ કરવું છેલ્લા ૧૦ વર્ષથી આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો નથી.
આ મુદ્દે ઓલ ઈન્ડિયા બીએસએનએલ ડોટ પેન્શનર્સ એસો. ગુજરાત સર્કલના સેક્રેટરી મનુભાઈ ચનિયારા વગેરેની આગેવાનીમાં રેલી કાઢયા પછી આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. આ સમયે એક કલાકના ધરણાં પણ કરવામાં આવ્યા હતાં. હવે આગામી તારીખ ૧ર-૧૧-ર૪ ના જંતર મંતર નવી દિલ્હીમાં એક દિવસીય ધરણાં યોજાશે. જયાં સુધી પેન્શન રીવિઝનનો પ્રશ્ન હલ નહી થાય ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રાખવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.
આ રેલી-ધરણાં અને આવેદનપત્રના કાર્યક્રમમાં ગુજરાતના આગેવાનો ડી.ડી. મિસ્ત્રી, જે.જી.નાયક, એન.એન.પટેલ, એમ.બી. ચનીયારા, બી.કે. પંડ્યા, એન.જે. દેસાઈ, કે.કે. બારોટ, એન.બી. સોલંકી અને એલ.ડી. સાવલીયા જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial