Advertisement
Author: નોબત સમાચાર

ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે સીજીડીસીઆરમાં પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈઃ નવા નિયમો

રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોન અગ્નિકાંડની ઘટનાના સંદર્ભે સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણયઃ

ગાંધીનગર તા. ૬: ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં જાહેર સલામતી, જાહેર સુરક્ષા અને જાહેર હિતને ધ્યાને લઈને ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનિંગ રેગ્યુલેશનની સીજીડીસીઆરમાં જોગવાઈઓનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે, અને ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં થતા ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈઓ કરવામાં આવી છે. રાજ્યના વિવિધ શહેરોમાં સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી એરિયા અને શોપીંગ મોલ તેમજ શોપીંગ કોમ્પ્લેક્ષ જેવા કોમર્શિયલ બાંધકામોમાં પણ ગેમિંગ એક્ટિવિટી એરિયા વિકસિત થઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ આવા ગેમિંગ એક્ટિવિટી એરિયામાં એકત્રિત થતી વધુ પડતી ભીડના સંદર્ભમાં જાહેર સલામતી, જાહેર સુરક્ષા અને જાહેર હિત ધ્યાનમાં લઈને ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનિંગ રેગ્યુલેશનની મહત્ત્વની જોગવાઈઓ સીજીડીસીઆરમાં કરવાના જનહિતલક્ષી નિર્ણય કર્યા છે.

રાજકોટના ટી.આર.પી. ગેમિંગ ઝોન અગ્નિકાંડની ઘટના પછી રાજ્ય સરકારે ગેમિંગ એક્ટિવિટી એરિયા અને પ્લાનિંગ રેગ્યુલેશનની સીજીડીસીઆરમાં જોગવાઈઓનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી એરિયા અને શોપીંગ મોલ તેમજ શોપીંગ કોમ્પ્લેક્ષ જેવા કોમર્શિયલ બાંધકામોમાં પણ ગેમિંગ એક્ટિવિટી એરિયા વિકસિત થઈ રહ્યા છે, ત્યારે જાહેર સલામતી, સુરક્ષા અને જાહેર હિતને ધ્યાનમાં રાખતા ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં થતા ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈઓ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આવા ગેમિંગ એક્ટિવિટી એરિયામાં એકત્રિત થતી વધુ પડતી ભીડના સંદર્ભમાં જાહેર સલામતી, જાહેર સુરક્ષા અને જાહેર હિત ધ્યાનમાં લઈને ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનિંગ રેગ્યુલેશનની મહત્ત્વની જોગવાઈઓ સીજીડીસીઆરમાં કરવાના જનહિતમાં નિર્ણય કર્યા છે. ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં થતા ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈઓ કરવામાં આવી છે.

ગેમિંગ એક્ટિવિટી એરિયાના બાંધકામ માટે રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ, સલામતીના ઉપાયો તથા લેવાની થતી વિવિધ પ્રકારની એનઓસીની વિસ્તૃત જોગવાઈઓનો સમાવેશ થાય છે.

સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી માટેના પ્લોટમાં જાહેર સલામતીને ધ્યાને રાખીને અલગ અલગ એન્ટ્રી તથા એક્ઝિટ, ઈમરજન્સી એક્ઝિટ અને રેફ્યુજ એરિયાની જોગવાઈઓ પણ કરવામાં આવી છે. ગેમિંગ ઝોન એક્ટિવિટીના સ્થળે બીયુ સર્ટીફિકેટ, ફાયર એનઓસી તથા અન્ય તમામ લાયસન્સ, સર્ટીફિકેટ, એનઓસી, પરમિટ વગેરે પ્રદર્શિત કરવાના રહેશે એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

આ નવા રેગ્યુલેશનમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, અગાઉ મેળવેલ વિકાસ પરવાનગી/બી.યુ. પરવાનગીવાળા બાંધકામોમાં ઉપયોગ શરૂ કરતા પહેલા નવા રેગ્યુલેશન અનુસાર રિવાઈઝ્ડ પરવાનગી મેળવી લેવાની રહેશે. પરવાનગી વિના વપરાશ ચાલુ કર્યો હોય તો તેના માટે દંડ લેવાની જોગવાઈ પણ સીજીડીસીઆરના નવા રેગ્યુલેશનમાં કરવાના દિશાનિર્દેશો આપવામાં હોવાનું જાણવા મળે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh