Advertisement
Author: નોબત સમાચાર

વારસાઈ-હૈયાતીમાં હાલ નોંધણીની અરજીમાં સરનામા અંગ્રેજી ભાષામાં ટાઈપ નહીં થતા અરજદારો પરેશાન

ઓનલાઈન પ્રક્રિયાની ખામી અંગે એડવોકેટ હિરેન ગુઢકાની રજૂઆત

જામનગર તા. ૬: જામનગરના એડવોકેટ હિરેન એમ. ગુઢકાએ રાજ્યના પ્રોજેક્ટ ઓફિસર અને એડિશ્નલ કલેક્ટર (સ્ટેટ મોનીટરીંગ સેલ, લેન્ડ રેકર્ડ કોમ્પ્યુટરાઈઝેશન, મહેસુલ વિભાગ) ને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી ઓનલાઈન વારસાઈ નોંધ તથા હૈયાતીમાં હક્ક દાખલ કરવા અંગેની નોંધની અરજીમાં હિત ધરાવનારાઓના સરનામા અંગ્રેજીમાં ટાઈપ નહીં થવા અંગે રજૂઆત કરી છે.

અગાઉની રજૂઆતના અનુસંધાને આજ દિવસ સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી. હાલમાં પણ ર્ૈટ્ઠિ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ ઉપરથી ખેતીની જમીનના અનુસંધાને વારસાઈ અંગેની નોંધ દાખલ કરવા અંગે તથા હૈયાતીમાં હક્ક દાખલ કરવા અંગેની નોંધ દાખલ કરવાની અરજી કરતી વખતે હિત ધરાવનારાઓના સરનામા અંગ્રેજીમાં ટાઈપ થઈ શકતા નથી.

ઘણાં કિસ્સાઓમાં વારસાઈ અંગેની નોંધ દાખલ કરવાની અરજી તથા હૈયાતીમાં હક્ક દાખલ કરવાની અરજી કરવાના કિસ્સાઓમાં સંબંધિત પક્ષકારો અથવા વારસદાર અન્ય રાજ્યમાં કે વિદેશમાં વસવાટ કરતા હોય તેવા કિસ્સામાં તેઓના સરનામા અંગ્રેજીમાં ટાઈપ કરવા/લખવા જરૂરી અને આવશ્યક બની જતું હોય, જે સ્વીકૃત હકીકત છે, પરંતુ ટેકનિકલ ખામીના કારણે અથવા અન્ય કોઈ કારણોસર ર્ૈટ્ઠિ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ ઉપરથી ઉપરોક્ત મુજબની અરજીઓ કરતી વખતે સરનામા અંગ્રેજીમાં ટાઈપ થઈ શકતા નથી, તે હકીકત છે. જેથી કલમ-૧૩પ(ડી) ની નોટીસ ઈશ્યુ કરતી વખતે ગુજરાતીમાં લખાયેલ સરનામાને લગત ઈ-ધરા કેન્દ્ર દ્વારા અંગ્રેજીમાં લખવાની ફરજ પડે છે અને તેના કારણે ઘણા કિસ્સાઓમાં કામગીરીમાં અથવા કલમ-૧૩પ(ડી) ની નોટીસ બજાવવાની પ્રક્રિયા થવામાં વિલંબ થાય અને લગત ઈ-ધરા કેન્દ્રના કર્મચારીએ સરનામાને ગુજરાતીમાંથી અંગ્રેજીમાં લખવા માટેની પ્રક્રિયા કરવા, કરવી પડે છે તેથી તેઓના સમયનો ખોટો વ્યય થાય તે હકીકત છે.

આમ, ઉપરોક્ત મુજબની હકીકત તથા તારીખ ૧૬-૯-ર૦ર૩ ના કરેલ રજૂઆતને ધ્યાને લઈ ર્ૈટ્ઠિ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ ઉપરથી ખેતીની જમીનના અનુસંધાને વારસાઈ અંગેની નોંધ દાખલ કરવા અંગે તથા હૈયાતીમાં હક્ક દાખલ કરવા અંગેની નોંધ દાખલ કરવાની અરજી કરતી વખતે હિત ધરાવનારાઓના સરનામા ગુજરાતી તથા અંગ્રેજી તેમ બન્ને ભાષામાં ટાઈપ થઈ શકે તેવી વ્યવસ્થા સત્વરે કરવા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh