Advertisement
Author: નોબત સમાચાર

પૂર અસરગ્રસ્તો માટે રપ૦૦ ફૂડ પેકેટનું વિતરણ

રોટરી ક્લબ ઓફ છોટીકાશી દ્વારા

જામનગર તા. ૬: જામનગર શહેરમાં અવિરત ભારે વરસાદના કારણે પૂર અસરગ્રસ્તો માટે રોટરી ક્લબ ઓફ છોટીકાશી દ્વારા ફૂટ પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું.

રોટરી પ્રમુખ ડો. બ્રિજેશ રૂપારેલિયા તથા સંસ્થાના સક્રિય કાર્યકર હમીરભાઈ ઓડેદરાએ તાત્કાલિક ફૂટ પેકેટ તૈયાર કરાવ્યા હતાં.

જામનગર શહેરમાં તા. ર૭, ર૮ અને ર૯ ત્રણ દિવસ પૂરના પાણી અનેક વિસ્તારોમાં ભરાઈ ગયા હતાં. સોસાયટી, માર્ગો પર પૂરના ધસમસતા પાણીના વહેણના કારણે જનજીવનને અસર થઈ હતી. તેવા સમયે રોટરી ક્લબ ઓફ છોટીકાશીના સ્વયંસેવકોએ લોકોને ભોજન મળી રહે તે માટે ગોઠણડૂબ પાણીમાં વરસતા વરસાદ વચ્ચે ફૂડ વિતરણ કરવાની કામગીરી કરી હતી. જે વિસ્તારમાં જવું મુશ્કેલ હોય, અને વહેતા પાણીના પ્રવાહ વચ્ચે અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચીને લોકોને ફૂડપેકેટનું વિતરણ કર્યું હતું. ર૭ તારીખે સંસ્થા દ્વારા મહાનગરપાલિકાને ૩૬૦ ફૂડ પેકેટ પહોંચાડ્યા હતાં. ર૮ તારીખે સંસ્થાના સ્વયંસેવકોએ નવાગામ (ઘેડ) વિસ્તારમાં ૪પ૦ ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. ગાંધીનગરના સ્મશાન પાછળ આવેલા વિસ્તારમાં ૬પ૦ ફૂડ પેકેટ વિતરણ કરાયા હતાં. લાલપુર બાયપાસ નજીકના વિસ્તારમાં ર૦૦, નાઘેડી રોડ પર ૧૦૦, કાલાવડનાકા બહારના વિસ્તારમાં ૩૦૦ ફૂડ પેકેટ સંસ્થાના હોદ્દેદારો અને સ્વયંસેવકો દ્વારા વિતરણ કરવામાં આવ્યા હતાં. સેવાકીય પ્રવૃત્તિમાં જામનગરના યુવા પરાગ વોરાએ ફૂડપેકેટ વિતરણમાં સહભાગી બનીને સંસ્થાના સ્વયંસેવક તરીકે સેવા આપી હતી. ર૯ તારીખે મોમાઈનગરમાં ૧પ૦, જોડિયા ભૂંગા નજીક વિસ્તારમાં ૧પ૦ ફૂટ પેકેટ વિતરણ કરાયા હતાં.  ત્રણ દિવસમાં રપ૦૦ જેટલા ફૂડ પેકેટનું અસરગ્રસ્ત વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના હોદ્દેદારો સાથે સંદીપ ગણાત્રા, ભગીરથસિંહ ઝાલા, મિત્તલબેન પટેલ, નીલ વાછાણી સહિત અનેક સ્વયંસેવકોએ સેવા આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh