Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાથે રહેલા અન્ય ત્રણ પોલીસ કર્મચારી પણ ઘવાયાઃ
ખંભાળિયા તા. ૬: દ્વારકા જિલ્લા પોલીસબેડાના ચાર પોલીસકર્મી ગઈકાલે હાઈકોર્ટમાં એક મુદ્દત માટે ખાનગી મોટરમાં અમદાવાદ ગયા પછી રાત્રે પરત ફરતા હતા ત્યારે તેમની મોટર બાવળા પાસે ડિવાઈડર સાથે ટકરાઈ પડતા એક પોલીસ કર્મચારીનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું છે અને ત્રણને ઈજા થઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસતંત્રમાં ફરજ બજાવતા ભાયાભાઈ ગોજીયા ઉર્ફે ભાવેશભાઈ (ઉ.વ.૩૧) તથા અન્ય સાથી પોલીસકર્મી હરપાલસિંહ, દિલીપસિંહ, અરશીભાઈ ગોજીયા ગઈકાલે અમદાવાદ સ્થિત હાઈકોર્ટમાં ચાલી રહેલા એક કેસમાં મુદ્દત માટે ગયા હતા.
ચારેય પોલીસકર્મી એક ખાનગી અલ્ટો મોટરમાં ગઈરાત્રે અમદાવાદથી જામનગર આવવા માટે રવાના થયા હતા. તે મોટર જ્યારે બાવળા ગામ પાસે પહોંચતા કોઈ રીતે ડિવાઈડર સાથે ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા ભાયાભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું છે.
સાથે રહેલા હરપાલસિંહ, દિલીપસિંહ, અરશીભાઈને ઈજા થઈ હતી. અકસ્માત સમયે જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીવાયએસપી તરીકે રહેલા સાગર રાઠોડ અન્ય વાહનમાં તે સ્થળેથી પસાર થયા હતા. તેઓએ પોતાનું વાહન રોકાવી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની તજવીજ કરી હતી અને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયને અકસ્માતથી વાકેફ કર્યા હતા.
ચાર પોલીસકર્મીને બાવળા પાસે અકસ્માત થયાનું અને એક પોલીસકર્મીનું અવસાન થયાનું જાણવા મળતા પોલીસબેડામાં શોકની લાગણી પ્રસરી છે. સદ્ગત ભાયાભાઈ કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામના વતની હતા અને હાલમાં તેઓ દ્વારકા પોલીસ મથકમાં ફરજ પર હતા. તેમની બે માસૂમ પુત્રીએ પિતાની છત્રછાયા ગૂમાવી દીધી છે. અકસ્માત પછી દોડી આવેલી બાવળા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial