Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લાના નાગરિકો મેળવી શકશે
જામનગર તા. ૬: જામનગર જિલ્લાના તમામ નાગરિકો માટે પોતાના કુટુંબની જરૂરિયાત પ્રમાણે તથા સ્વાસ્થ્યને હાનિકારક ના બને તેવા રસાયણ રહિત શાકભાજી પોતાના ઘર આંગણે ઉગાડીને આખા વર્ષ દરમિયાન શુદ્ધ શાકભાજી મળી રહે તે માટે ઘર આંગણે ખેતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
પોતાના ઘરની આસપાસ ખુલ્લી જમીન, છત કે બાલ્કનીમાં વિવિધ પ્રકારના શાકભાજી જેવા કે ભીંડો, ટમેટા, રીંગણ, મરચા, વાલોળ, પાપડી, ચોળી, તુરીયા, ગલકા, દુધી, કારેલા વગેરેનું વાવેતર કરી શકે તે હેતુથી નાયબ બાગાયત નિયામકની કચેરીના કેનિંગ અને કિચન ગાર્ડન વિભાગ દ્વારા રૂ. પ પ્રતિ પેકેટના ટોકન ભાવે શાકભાજી બિયારણના પેકેટ તથા સેન્દ્રીય, ઓર્ગેનિક ખાતર રાહત દરે હાલમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે.
તેમજ અત્રેની કચેરી દ્વારા એક દિવસીય કિચન ગાર્ડનિંગ વિષય પર તાલીમ સત્રનું પણ આયોજન કરવામાં આવશે. તો આ પ્રકારની પ્રવૃત્તિમાં રસ ધરાવતા દરેક નાગરિકોએ કેનિંગ અને કિચન ગાર્ડન વિભાગ, નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન ૪, પ્રથમ માળ, રૂમ નંબર ૪૮ સુભાષ પુલ પાસે, જામનગરમાં રૂબરૂ સંપર્ક કરવા માટે જણાવવામાં આવે છે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે ફોન નંબર ૦ર૮૮-ર૭પ૧પ૬પ પર સંપર્ક સાધી શકાશે. તેમ નાયબ બાગાયત નિયામક, જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial