Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગણેશ ઉત્સવ નિમિત્તે
જામનગર તા. ૬: જામનગર જિલ્લામાં ગણપતિ ઉત્સવ અને નવરાત્રિ જેવા તહેવારો આવી રહ્યા છે, ત્યારે જામનગર જિલ્લાના હોમગાર્ડઝ યુનિટના જવાનોને વડોદરા અને સુરતમાં પણ ફરજ સોંપવામાં આવશે.
તેથી બંદોબસ્ત માટે અત્રે હોમગાર્ડઝની ઘટ સર્જાય તેવી પરિસ્થિતિ જોવા મળે છે. ત્યારે જામનગર જિલ્લાના હોમગાર્ડઝ કમાન્ડર દ્વારા અનિયમિત અને સતત ગેરહાજર રહેતા હોમગાર્ડઝ જવાનોને ત્રણ દિવસની અંદર જે-તે યુનિટમાં રૂબરૂમાં પુરાવા સાથે હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. તેમજ આ સમયમાં હાજર ના રહેનાર હોમગાર્ડઝ જવાનોને ફરજમાંથી બરતરફ કરી દેવાનો પણ નિર્ણય લેવામાં આવશે.
વિશેષમાં જે કોઈ હોમગાર્ડઝનું નામ આ બંદોબસ્તમાં આવે તો તેમણે ફરજિયાતપણે જે તે સોંપાયેલી ફરજમાં જવાનું રહેશે. જે કોઈ હોમગાર્ડઝ જવાન ત્યાં જઈ શકે તેમ ન હોય તેવી પરિસ્થિતિમાં જરૂરી પુરાવાઓ સાથે પોતાના ઓફિસર કમાન્ડીંગને લેખિતમાં અરજી આપવાની રહેશે. જે માન્ય રાખવી કે નહીં તેનો નિર્ણય જિલ્લા હોમગાર્ડઝ કચેરી દ્વારા લેવામાં આવશે. તેમજ આ બાબતે જે તે યુનિટના ઓફિસર કમાન્ડીંગ કે ઈન્ચાર્જની જવાબદારી રહેશે. અન્યથા તેમની સામે પણ શિક્ષાત્મક પગલાંઓ લેવામાં આવશે. તેમ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગિરીશ એલ. સરવૈયા, જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial