Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પોટરી ગલીવાળા વિસ્તારમાં રસ્તાઓ ગાયબ! ખાડાઓનું સામ્રાજ્ય

ટ્રાન્સપોર્ટેશનના અતિ વ્યસ્ત એવા

જામનગરની ગ્રેઈન માર્કેટ, ત્રણ દરવાજા સામેની પોટરીવાળી ગલી તરીકે ઓળખાતી ગલી કે જ્યાં અન્ય શહેરો, રાજ્યોમાંથી આવતી જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનું લોડીંગ-અનલોડીંગ થાય છે. આ વિસ્તારમાં છેલ્લે ક્યારે ડામર રોડ કે પેચવર્ક થયું હશે તે સંશોધનનો વિષય છે. આખા વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણીથી ભરાયેલા ખાડા એટલા બધા છે કે બહારગામથી આવેલા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા-જવા માટે ગાડા-રેકડા દ્વારા મજૂરી કરતા મજૂર ભાઈઓ ઘસીને ના પાડી દે છે. વજન ભરેલા ગાડા-રેકડા ગંદા પાણી ભરેલા ખાડામાં ફસાઈ જાય છે. શહેરની પ્રતિષ્ઠિત અને શ્રીમંત વ્યક્તિઓની ટ્રાન્સપોર્ટની ઓફિસો અને ગોડાઉનો અહીં આવેલા છે.

વર્ષોથી પોતાના ધંધા-રોજગાર ચલાવે છે. આ ઉપરાંત અહીં આવેલી સાગર માર્કેટમાં પણ ૪૦-પ૦ જેટલા વેપારીઓની એજન્સી ધરાવતી દુકાનો આવેલી છે. તેઓ પોતાના ટુ વ્હીલર તથા ફોર વ્હીલર લઈને આવતા હોય તેમના વાહનોને નુક્સાન થાય છે. અહીં વેપારધંધા કરતા વેપારીઓ પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશ્નલ ટેક્સ, સોલીડ વેસ્ટ ટેક્સ વગેરે ભરતા હોવા છતાં પણ પ્રાથમિક સુવિધાઓથી આ વિસ્તાર વંચિત છે. સાતમ-આઠમના તહેવારોમાં વરસાદ પડ્યો તે પછી વરસાદ તો થયો નહીં, છતાં પણ આવડા મોટા ગાબડા વરસાદી પાણીથી ભરેલા છે, અને જામનગર મહાનગરપાલિકાના કોઈપણ અધિકારી કે પદાધિકારીઓના ધ્યાનમાં નથી તે પણ આશ્ચર્યની વાત છે. કદાચ આ વિસ્તારમાં મતદારો રહેતા નહીં હોય એટલે મત માગવા માટે જવાનું ન થાય તો તે વિસ્તાર તો 'અણમાનિતો' જ કહેવાય ને? આ ગલી અગાઉ પોસ્ટ ઓફિસ હતી, ત્યાંથી શરૂ કરીને મુખ્ય રસ્તો છેક હાલમાં બંધાઈ રહેલા ઓવરબ્રીજ પાસે, કરણ પેટ્રોલ પંપ પાસે નીકળે છે અને જામનગર ટ્રાન્સપોર્ટથી લઈને પેટ્રોલ પંપ સુધી તો સાવ ટેકરાવાળો છે જે તાત્કાલિક ધોરણે સમથળ કરી આપવામાં આવે તેવી વેપારી વર્ગ તથા ટ્રાન્પોર્ટર્સની ઉગ્ર માગણી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh