Advertisement
Author: નોબત સમાચાર

રૂ. ૧ લાખના ચેક પરત ફરવાના કેસમાં નગરના આસામીને એક વર્ષની કેદસજા

ચેકની રકમ મુજબનો દંડ ભરવા આદેશઃ

જામનગર તા. ૬: જામનગરના એક આસામીને  રૂ. ૧ લાખના ચેક પરતના કેસમાં અદાલતે છ મહિનાની કેદ અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.

જામનગરમાં રહેતા નરેશ હરજીભાઈ ૫રમાર પાસેથી રોહિત રૂડાભાઈ બારૈયાએ હાથ ઉછીના રૂ. ૧ લાખ મેળવ્યા હતા. તે રકમની પરત ચૂકવણી માટે નરેશભાઈ પરમારને ચેક અપાયો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા રોહિતભાઈને નોટીસ પાઠવાઈ હતી.

તેમ છતાં ચેક મુજબના નાણા પરત ન કરાતા નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટની કલમ ૧૩૫ હેઠળ કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં રોહિત રૂડાભાઈ બારૈયાને તક્સીરવાન ઠરાવી અદાલતે છ મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ એક મહિનાની કેદસજાનો હુકમ કરવામાં આવ્યો છે. ફરિયાદી તરફે વકીલ કિરીટ કે. પંડયા રોકાયા હતા. સજાના હુકમ સમયે આરોપી કોર્ટમાં હાજર ન હોવાથી તેની સામે અદાલતે વોરંટ ઈસ્યુ કર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh