Advertisement
Author: નોબત સમાચાર

જામવંણથલીમાં તારીખ ૧૭ સપ્ટેમ્બરે ઓપરેશન ડિમોલિશનઃ સરકારી જમીનમાંથી દબાણો હટાવાશે

સરપંચે સ્વેચ્છાએ દબાણો હટાવવાની નોટીસો આપી છે

જામનગર તા. ૧૨: જામનગર તાલુકાના જામવણંથલી ગામમાં થયેલ દબાણ દૂર કરવા માટે આગામી તા. ૧૭-૦૯-૨૪ના સવારે ૧૧ વાગ્યે દબાણ હટાવ કામગીરી કરવામાં આવશે.

જામવણંથલી ગામમાં બાડા, નાની મોટી દુકાનો બનાવી સરકારી જગ્યામાં ગેરકાયદે દબાણો કરી નાખવામાં આવ્યા છે. આ દબાણો સ્વેચ્છાએ દૂર કરવા સરપંચ દ્વારા અગાઉ બે-ત્રણ વખત જાહેર નોટીસ આપવામાં આવી હતી. આમ છતાં હજુ કેટલાક દબાણો યથાવત છે.

આથી ગામના સરપંચ શાંતાબેન પાલજીભાઈ મકવાણાએ સાત દિવસની આખરી જાહેર નોટીસ આપી છે અને જો સ્વેચ્છાએ દબાણ દૂર કરવા નહીં આવે તો ૧૭-૦૯-૨૪ના સવારે ૧૧ વાગ્યે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh