Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઝોનલ અધિકારીને પણ ફટકારવામાં આવી સજાઃ
જામનગર તા. ૧૨: કાલાવડના ખરેડીમાં મુકવામાં આવેલા એક સરકારી તબીબ પાસે તેના ઉપરી તબીબે રૂપ હજારની લાંચ માંગ્યાની ૧૩ વર્ષ પહેલાં ફરિયાદ થઈ હતી. તે કેસમાં અદાલતે તબીબને એક વર્ષની કેદની સજા ફટકારી છે. જ્યારે ૧૨ વર્ષ પહેલા પુરવઠાના ઝોનલ અધિકારી સામે લાંચ અંગે ગુન્હો નોંધાયો હતો. તેમાં પણ ઝોનલ અધિકારીને એક વર્ષની કેદની સજા ફટકારાઈ છે.
જામનગરની ખાસ એસીબી અદાલતમાં ચાલી રહેલા આ કેસની વધુ વિગત મુજબ કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં ૧૩ વર્ષ પહેલાં પીએચસી તરીકે એક તબીબની નિમણૂક કરવામાં આવી હતી. આ તબીબ તા.૧૫-૭-૧૧ના દિને ફરજ પર હાજર થયા પછી તેઓએ પોતાના વતનમાં સામાન લેવા જવા માટે વાત કરતા બીએચઓ ડો. દીપક ડાયાભાઈ દુલેરાએ મંજૂરી આપી હતી. તે પછી આઠ દિવસ માટે પીએચસી ડોકટર પોતાના વતન ગયા હતા.
ત્યાંથી પરત આવ્યા પછી ડો. દુલેરાએ ગેરહાજર દિવસોનો પગાર જોઈતો હોય તો ચાર દિવસનો પગાર એટલે કે રૂપ હજાર આપવા પડશે તેમ કહેતા ડો. દીપક ડાયાભાઈ દુલેરા સામે એસીબી જામનગરમાં ફરિયાદ કરાઈ હતી. તા.૧૩-૯-૧૧ના દિને છટકુ ગોઠવી એસીબી સ્ટાફે ડો. દુલેરા વતી રૂપ હજાર સ્વીકારનાર કલ્પેશ ભૂપેન્દ્રભાઈ દેસાઈને દબોચી લીધો હતો.
લાંચની રકમ સ્વીકાર્યા પછી કલ્પેશે ડો. દુલેરાને તેની જાણ પણ કરી હતી. તત્કાલિન એસીબી પીઆઈએ બંને સામે ગુન્હો નોંધ્યો હતો. આ કેસ ખાસ એસીબી અદાલતમાં ચાલી જતાં એપીપી હેમેન્દ્ર ડી. મહેતાએ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી ડો. દીપક દુલેરાને એક વર્ષની સખત કેદની સજા તથા રૂ૨૦ હજારનો દંડ ફટકાર્યાે છે.
એસીબી કોર્ટમાં ચાલેલા બીજા કેસની વધુ વિગત મુજબ જામનગરમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા એક આસામીએ ગઈ તા.૨૫-૯-૧૨ના દિને જામનગર એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમને હેરાનગતિ ન કરવા માટે જે તે વખતના પુરવઠા ઝોનલ અધિકારી ચેતન ઉપાધ્યાય લાંચ માંગી રહ્યા છે. તે ફરિયાદના આધારે ગોઠવાયેલા છટકા પછી એસીબીએ ગુન્હો નોંધ્યો હતો.
ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે ઝોનલ અધિકારીને ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ હેઠળ તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદ અને રૂ૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial