Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હિન્દુઓના ઘરો સળગાવાયાઃ મોબલિચિંગઃ દુર્ગા પૂજાના પંડાલો પર હુમલા
ઢાંકા તા. ૧રઃ બાંગલાદેશમાં હિન્દુઓ વિરૂદ્ધ વધુ એક ફરમાન થયું છે. હવે અઝાન સમયે લાઉડસ્પીકર પર પૂજા પર પ્રતિબંધ લદાયો છે. જો કોઈ હિન્દુ આ નિયમનું ઉલ્લંઘન કરશે તો પોલીસ તેની વોરંટ વગર ધરપકડ કરશે, તેમ જાહેર કરાયું છે. હિન્દુઓ પર સતત હુમલા થઈ રહ્યા છે.
હસીના સરકારના પતન પછી બાંગલાદેશમાં સરકાર બદલાઈ ત્યારથી હિન્દુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ત્યાં અત્યાર સુધીમાં ૩૦૦ હિન્દુ પરિવારો અને તેમના ઘરો પર હુમલો કરવામાં આવ્યો છે. હિન્દુઓની મોબ લિન્ચીંગની ચાર મોટી ઘટનાઓ બની છે. ૧૦ થી વધુ હિન્દુ મંદિરોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી છે. ૪૯ હિન્દુ શિક્ષકોએ રાજીનામું આપી દીધું છે. અલગ-અલગ યુનિવર્સિટીઓ અને કોલેજોમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
હિન્દુઓની નરસંહાર કરનારા આતંકવાદીઓને જેલમાંથી મુક્ત કરવામાં આવી રહ્યા છે અને હવે દુર્ગા પૂજા પંડાલમાં અઝાન દરમિયાન હિન્દુઓને પૂજા કરતા પણ રોકવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં બાંગલાદેશની વચગાળાની સરકારમાં ગૃહ બાબતોના સલાહકાર અને નિવૃત્ત લફ્ટનન્ટ જનરલ મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ જાહેરાત કરી છે કે હવેથી હિન્દુ સમુદાયના લોકો માટે અઝાન અને નમાઝ દરમિયાન લાઉડસ્પીકર પર પૂજા કરવા અને ભજન સાંભળવા પર પ્રતિબંધ રહેશે. જો કોઈ હિન્દુ આ નિયમનું ઉલ્લંઘન કરશે તો પોલીસ તેની વોરંટ વગર ધરપકડ થશે.
સરકારનું એમ પણ કહેવું છે કે આ નિર્ણયને તમામ હિન્દુઓની સમિતિઓએ અનુસરવું પડશે જે બાંગલાદેશમાં આવતા મહિને ૯ ઓક્ટોબરથી ૧૩ ઓક્ટોબરની વચ્ચે દુર્ગા પૂજા પંડાલ સ્થાપશે. આ તમામ પંડાલમાં અઝાનના પાંચ મિનિટ પહેલા તમામ ધાર્મિક વિધિઓ અને પ્રાર્થનાઓ બંધ કરવી ફરજિયાત રહેશે અને અઝાન દરમિયાન અને નમાઝના સમયે લાઉડ સ્પીકર પર ભજન સાંભળવા અથવા ધાર્મિક મંત્રો ગાવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. એટલે કે જ્યારે મુસ્લિમ પ્રભુત્વવાળા બાંગલાદેશમાં અઝાન માટે મસ્જિદો પર લગાવવામાં આવેલા લઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે, ત્યારે હિન્દુઓ તેમના ધાર્મિક વિધિઓ અને પૂજા માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકશે નહીં, કારણ કે ત્યાં હિન્દુઓ લઘુમતીમાં છે અને મુસ્લિમો બહુમતીમાં છે.
આ લઘુમતી હિન્દુઓના માનવાધિકારની વાત દુનિયામાં કોઈ નથી. જેઓ કહે છે કે ભારતમાં લઘુમતી મુસ્લિમો જોખમમાં છે અને બાંગલાદેશમાં હિન્દુ લઘુમતીઓ પરના હુમલાઓને પ્રોપેગન્ડા કહે છે. તેઓએ સમજવાની જરૂર છે કે બેવડા ધોરણો શું છે?
વર્ષ ર૦૧૭ માં જ્યારે પ. બંગાળમાં મોહરમના સરઘસના દિવસે જ દુર્ગા વિસર્જનનું આયોજન થવાનું હતું ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકારે નિર્ણય લીધો હતો કે પહેલા મોહરમ સરઘસ કાઢવામાં આવશે અને ત્યારપછી દુર્ગા વિસર્જન કરવામાં આવશે. બીજા દિવસે કરવામાં આવશે, પરંતુ બાંગલાદેશમાં જ્યાં મુસ્લિમ બહુમતી છે અને હિન્દુઓ લઘમુતી છે, ત્યાં નક્કી કરવામાં આવ્યું છે કે જ્યારે મુસ્લિમો તેમની મસ્જિદોમાંથી અઝાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરશે, ત્યારે હિન્દુઓ તેમના દુર્ગા પંડાલમાં પૂજા કરી શકશે નહીં અને આ તફાવત છે. હિન્દુ બહુમતી ભારતમાં અને મુસ્લિમ બહુમતી બાંગ્લાદેશમાં.
ગત્ વર્ષે બાંગલાદેશમાં નવરાત્રિ દરમિયાન કુલ ૩૩ હજાર ૪૩૧ 'દુર્ગા પંડાલો'ની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ આ વખતે આ પંડાલોની સંખ્યા ૩ર હજાર અથવા તેનાથી ઓછી હોઈ શકે છે અને ઘણાં હિન્દુઓ હવે નવરાત્રિ દરમિયાન દુર્ગા પંડાલો લગાવતા ડરતા હોય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial