Advertisement
Author: નોબત સમાચાર

પીએમ-ઈ-ડ્રાઈવ સ્કીમ હેઠળ ૩૧૩પ૦ મેગાવોટના હાઈડ્રો પાવર પ્રોજેકટમાં રૂ ૧ર૪૬૧ કરોડ ફાળવાશે

કેબિનેટમાં લેવાયેલા નિર્ણય મુજબ

નવી દિલ્હી તા. ૧રઃ કેન્દ્રીય કેબિનેટમાં લેવાયેલા નિર્ણય મુજબ પીએમ-ઈ-ડ્રાઈવ સ્કીમ હેઠળ ૩૧૩પ૦ મે. વોટના હાઈડ્રો પાવર પ્રોજેકટ માટે રૂ ૧ર૬૪૧ કરોડ ફાળવાશે

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલ અન્ય નિર્ણય હેઠળ આગામી આઠ વર્ષમાં અમલમાં આવનાર ૩૧,૩પ૦ મેગાવોટના હાઈડ્રો  પાવર પ્રોજેકટ માટે ૧ર,૪૬૧ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સરકારના જણાવ્યા અનુસાર ૩૧,૩પ૦ મેગાવોટના હાઈડ્રો પાવર પ્રોજેકટસનો અમલ નાણાકીય વર્ષ ર૦ર૪-રપ થી શરૂ કરવામાં આવશે જે ર૦૩૧-૩રમાં પૂર્ણ થશે. દેશમાં ઈલેકિટ્રક વાહનોને વેગ આપવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. કેબિનેટ બેઠકમાં પીએમ ઈ-ડ્રાઈવ સ્કીમને મંજુરી આપવામાં આવી છે.

આ સ્કીમ હેઠળ ઈલેકિટ્રક વાહનોને વેગ આપવા માટે સરકાર ૧૦,૯૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ યોજના હેઠળ ઈલેકિટ્રક ટુ-વ્હીલર્સ, ઈલેકટ્રિક થ્રી વ્હીલર્સ, ઈ એમ્બ્યુલન્સ, ઈ ટ્રકસ અને અન્ય ઈલેકિટ્રક વાહનો ખરીદવા માટે ૩૬૭૯ કરોડ રૂપિયાની સબસિડી આપશે. ૧૪,૦ર૮ ઈલેકિટ્રક બસો ખરીદવા માટે ૪૩૯૧ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh