Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પાંચ દિવસમાં ૧૬૦૦ ગણેશ પ્રતિમાઓનું બે મોટા કૂંડોમાં કરાયું વિસર્જન

ખૂબ જ ભક્તિભાવપૂર્વક ગણપતિદાદા મોરિયાના નાદ્ સાથે જોડાય છે ભક્તજનોઃ ઠેર-ઠેર પ્રોસેશનો

જામનગરમાં મનપા દ્વારા નિર્મિત નવા બે વિસર્જન કૂંડમાં પાંચ દિવસ દરમિયાન ૧૬૦૦ ગણપતિની મૂર્તિ વિસર્જિત કરાઈ છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આ વખતે પણ ગણપતિજીની મૂર્તિઓને વિસર્જિત કરવા માટેના બે મોટા વિસર્જન કૂંડ બનાવાયા છે. જે બન્ને વિસર્જન કૂંડમાં પાંચ દિવસના ગણપતિ મહોત્સવ દરમિયાન કુલ ૧૬૦૦ નાની-મોટી ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. ભક્તજનો મોટી સંખ્યામાં ગણપતિદાદા મોરિયાના નાદ્ સાથે જોડાઈ રહ્યા છે, અને વિસર્જન માટે જતા પ્રોસેશનો શહેરમાં ઠેર-ઠેર જોવા મળી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા એક વિસર્જન કૂંડ જામનગર નજીક રણજીતસાગર રોડ પર સરદાર રિવેરા પાસે તૈયાર કરાયો છે, જ્યારે એક વિસર્જન કૂંડ ખોડિયાર કોલોની, સમર્પણ હોસ્પિટલ રોડ પર વિશાલ ઈન્ટરનેશનલ હોટલની પાછળના ભાગમાં તૈયાર કરાયો છે. જેમાં પાંચ દિવસ દરમિયાન ખોડિયાર કોલોની નજીકના વિસર્જન કુંડમાં ૬૬૧, જ્યારે બીજા કૂંડમાં ૯૩૯ સહિત કુલ ૧૬૦૦ મૂર્તિઓને ભારે ભક્તિભાવપૂર્વક વિસર્જિત કરવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh