Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફિઝીયોથેરાપી એસોસિએશન દ્વારા
જામનગર તા. ૧૨: જામનગર ફિઝિયોથેરાપી એસોસિએશન દ્વારા તાજેતરમાં વિશ્વ ફિઝિયોથેરાપી દિવસથી ઉજવણી કરવામાં આવી હતી. જામનગર ફિઝિયોથેરાપી એસોસિએશન દ્વારા વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ નિમિત્તે સમગ્ર લોકોમાં ફિઝિયોથેરાપી સારવાર અંગે જાગૃતતા ફેલાય અને લોકો દર્દ મુકત સ્વસ્થ જીવન જીવી શકે એ હેતુસર આ ઉજવણી કરવામાં આવી હતી.
ફિઝિયોથેરાપી સારવાર ઘણાં બધા રોગોમાં ખૂબ જ અસકારક નીવડે છે, જેમ કે કમરનો દુખાવો, ગોઠણ, ખભા તથા કોણી જેવા સાંધાઓના દુખાવા, રમતગમતમાં થતી ઈજાઓમાં, બાળકોના રૃંધાતા વિકાસમાં, તેમજ પેરાલીસીસ (લકવો) જેવી બીમારીઓ ફિઝિયોથેરાપી સારવાર ખૂબ જ અસરકારક નીવડે છે. આ અંગેની જાગૃતતા લોકોમાં ફેલાય એ જ જામનગર ફિઝિયોથેરાપી એસોસિએશનનો મુખ્ય હેતુ છે.
જામનગર ફિઝિયોથેરાપી એસોસિએશન લોકોને ફિઝિયોથેરાપી સાથે ભળતા નામની અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં નોન મેડિકલ લોકોથી સાવધાન રહેવાનું જણાય છે, અને લોકોને રજીસ્ટર્ડ ર્ફિઝિયોથેરાપિસ્ટ પાસેથી જ ફિઝિયોથેરાપી સારવાર લેવાનો આગ્રહ કરે તેવો અનુરોધ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે. આ તકે પ્રમુખ ડો. અબ્બાસ સૈયદ, ઉપપ્રમુખ ડો. જય સાતા, સેક્રેટરી ડો. દિવ્યેશ રાઠોડ, ટ્રેઝરર ડો. શિવાની રાઠોડ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial