Advertisement
Author: નોબત સમાચાર

હાપા માર્કેટીંગ યાર્ડના નવા રસ્તા પર અકસ્માતમાં નગરના યુવાન ઘવાયા

ઓખામંડળના દેવપરા પાસે સર્જાયો અકસ્માતઃ

જામનગર તા. ૧૨: જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડ પાસે નવા બનેલા રોડ પર વીસેક દિવસ પહેલાં એક બાઈક સાથે બોલેરો પીકઅપ વાન ટકરાઈ પડી હતી. ઘવાયેલા બાઈકચાલકના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઓખામંડળના દેવપરામાં એક સ્કૂટરે ચાલીને જતાં યુવાનને ઠોકર મારી અકસ્માત નિપજાવ્યો હતો.

જામનગરના રણજીત સાગર રોડ પર આશીર્વાદ એવન્યુમાં રહેતા મૂળ પીપર ટોડા ગામના વતની હરીભાઈ મથુરભાઈ રાબડીયાનો પુત્ર દિપેશ ગઈ તા.૨૩ની સવારે ઠેબા બાયપાસ નજીક રાધિકા સ્કૂલથી હાપા માર્કેટીંગ યાર્ડ તરફ જતા નવા રસ્તા પરથી જીજે-૧૦-સીસી ૮૪૮૬ નંબરના મોટરસાયકલ પર જતો હતો.

આ વેળાએ યાર્ડ પાછળ જીજે-૩૬-વી ૨૧૯૫ નંબરની સફેદ રંગની બોલેરો પીકઅપ વાન પુરપાટ ઝડપે ધસી આવી હતી. તેના ચાલકે સામેથી આવી દિપેશભાઈના બાઈક સાથે ટક્કર મારતા ફંગોળાઈ ગયેલા આ યુવાનને હાથ, પગ તથા પાંસળીમાં ફ્રેકચર થઈ જવા ઉપરાંત ગોળો ભાંગી ગયો હતો. હરીભાઈએ બોલેરો ચાલક સામે સિટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા મીઠાપુરના ઉદ્યોગનગરમાં રહેતા નાગાજણ રામભાઈ ચાનપા નામના યુવાન ગઈ તા.૨ની સાંજે જતા હતા ત્યારે દેવપરા રોડ પર જીજે-૩૭-ડી ૩૭૬૨ નંબરના સ્કૂટરના ચાલકે તેઓને ઠોકર મારી પછાડ્યા હતા. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા નાગાજણભાઈએ મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh