Advertisement
Author: નોબત સમાચાર

કચ્છની ભેદી બીમારીને નાથવા જામનગરથી આઠ સભ્યોની બે ટીમો રવાના કરાઈ

અબડાસા-લખપત તાલુકામાં ૧૭ વ્યક્તિનો જીવ લેનાર

જામનગર તા. ૧૨: કચ્છમાં ભેદી બીમારીના કારણે લોકો ટપોટપ મૃત્યુને ભેટી રહ્યા છે, જ્યારે આ રોગચાળાને કાબૂમાં લેવા આરોગ્યની ટીમોને કચ્છમાં મોકલવામાં આવી રહી છે. જામનગરથી પણ એક ટીમને કચ્છ મોકલાવી છે.

કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં કોઈ ભેદી રોગચાળો ફેલાયો છે. જેમાં લોકો ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે, અને આ ભેદી બીમારીએ ૧૭ વ્યક્તિના જીવ લીધા છે. આથી રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી, પ્રભારી મંત્રી અને આરોગ્ય સચિવ કચ્છ દોડ્યા હતાં અને મિટિંગોનો ધમધમાટ કર્યો હતો.

જામનગર જિલ્લામાંથી આરોગ્યની બે ટીમને પણ કચ્છ મોકલવામાં આવી છે. તેમાં આઠ સભ્યોની એક એવી બે ટીમ કચ્છ પહોંચી છે અને ત્યાંની સ્થાનિક તંત્ર સાથે કામગીરીમાં જોડાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh