Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧૫ સપ્ટેમ્બરે
જામનગર તા. ૧૨: પર્યુષણ પર્વ પૂર્ણ થયા બાદ હાલમાં જામનગર શહેરના ચાંદીબજારમાં આવેલ શેઠજી દેરાસર પેઢી સંચાલિત જ્યોતિ-વિનોદ-ઉપાશ્રય-પાઠશાળામાં જામનગરના પનોતા પુત્ર પ.પૂ. હેમન્તવિજયજી મ.સા. ૪૦ વર્ષ પહેલાં દીક્ષાગ્રહણ કર્યા પછી પ્રથમ વખત જામનગરમાં ચાતુર્માસ કરવા પધારેલ છે. તેમની સાથે પ.પૂ. દેવરક્ષિતવિજયજી મ.સા. નિશ્રામાં પર્યુષણ પર્વમાં આશરે ૨૦૦ જેટલી તપશ્ચર્યા પૂર્ણ કરેલ હતી. તમામ તપસ્વીઓને ખૂબ જ સારી સાતા રહી હતી. જામનગરથી નજીક ધુંવાવ ગામે ૫૦૦ વર્ષ પ્રાચીન જિનાલય સુપાર્શ્વનાથ દેરાસર આવેલુ છે. ધુંવાવમાં જૈનોના અગાઉ ઘણાં બધા ઘર હતાં. હાલમાં એકપણ ઘર જૈનનું નથી.
વિશા શ્રીમાળી તપગચ્છ જૈન સંઘ દ્વારા આયોજીત ધુંવાવમાં આવેલ સુપાર્શ્વનાથજી જિનાલય શેઠજી જૈન દેરાસર પેઢી સંચાલિત ચલાવવામાં આવે છે. આ ચમત્કારીક જિનાલયે રવિવાર તા. ૧૫ના શેઠજી દેરાસર પટાંગણમાંથી સવારે ૫ વાગ્યે પગપાળા ધુંવાવ તીર્થે જવાનું છે. ધુંવાવ જિનાલયે પહોંચીને ત્યાં સ્નાત્ર પૂજા ભણાવવામાં આવશે. ત્યારબાદ નવકારશીનું આયોજન કરેલ છે. જેના પાસ ચાંદીબજારમાં આવેલ પાઠશાળામાં પેઢીમાંથી મેળવવાના રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial