Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા પંચાયતના વિવાદાસ્પદ પ્રકરણમાં અંતે સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ

ગુજરાતે હાઈકોર્ટના કડક દિશાનિર્દેશ પછી

જામનગર તા. ૧રઃ જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ પી.એ. કણસાગરાની સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો પછી જિ.પં. તથા સરકાર દ્વારા વિવિધ સ્તરેથી વાય.આર. કણસાંગરા સામે સુનાવણી, ખુલાસા જેવી ખાતાકીય પ્રક્રિયા થઈ હતી. જેમાં તેને કસરુવારર ઠરાવાયા પછી પણ કોઈ પગલાં નહીં લેવાતા મનસુખભાઈ ફળદુએ ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગી હતી.

ગુજરાત હાઈકોર્ટના દિશાનિર્દેશ અને આદેશ મુજબ જિ.પં. દ્વારા એક પરિપત્રમાં જણાવાયા અનુસાર કણસાગરા સામેની ખાતાકીય તપાસની છેલ્લી સુનાવણી તા. ૧૦-૯-ર૦ર૪ ના પૂર્ણ કરી લેવામાં આવી છે. ખાતાકીય તપાસ અધિકારી દ્વારા તપાસ અહેવાલ રજૂ થયા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અર્થાત્ હવે તપાસ, સુનાવણી સહિતની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાનું સત્તાવાર રીતે જાહેર કરી દેવાયું હોવાથી ટૂંક સમયમાં જ વાય.આર. કણસાગરા સામે જિ.પં. દ્વારા પગલાં લેવામાં આવશે.

પણ... જિ.પં.ના રાજકીય વર્તુળોના જણાવ્યા પ્રમાણે ગંભીર આરોપો પૂરવાર થયા હોવા છતાં અને કુસરવાર ઠરાવાયા હોવા છતાં કણસાગરા સામે સસ્પેન્શન/બરતરફ જેવા આકરા પગલાં ન લેવાય તે માટે રાજકીય દબાણો થઈ રહ્યા છે અને તે પ્રમાણે કણસાગરા વિરૂદ્ધ માત્ર એકાદ ઈન્ક્રીમેન્ટ રોકવા જેવા સામાન્ય ખાતાકીય પગલાં લેવાય તો નવાઈ નહીં!

આ પ્રકારના જ એક અન્ય કિસ્સામાં તત્કાલીન ઈ.ચા. ટીડીઓ આર.બી. ગજેરા (હાલ નિવૃત્ત તા. ૩૦-૬-ર૦૧૭) ને ર૦૧૪-૧પ માં થયેલા કામો માટે જવાબદાર ઠેરવાયા હતાં, પણ તેમની વિરૂદ્ધ નિયમોનુસાર કાર્યવાહી શરૂ કરતા સમયે ચાર વર્ષથી વધુનો સમય હોવો જોઈએ નહીં, તેવું દર્શાવી ગજેરા વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી શકાય નહીં તેવું સત્તાવાર રીતે જાહેર કરી સમગ્ર પ્રકરણ ઉપર પડદો પાડી દેવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh