Advertisement
Author: નોબત સમાચાર

પુત્રના રડવાના કારણે વ્યથિત માતાએ વિષપાન કર્યા પછી સારવારમાં થયું મૃત્યુ

દંપતીના સજોડે વિષપાન પછી પત્નીનું મોતઃ પત્ની સાથે વિખવાદ થતાં યુવાનનો ગળાફાંસોઃ

જામનગર તા. ૧૨: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર શાપર ગામમાં રહેતા એક મહિલાએ પોતાનો બાળક રડ્યા કરતો હોવાથી તાણ અનુભવી ત્રણ સપ્તાહ પૂર્વે ઝેરી પ્રવાહી પી લીધુ હતું. તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. જામનગરના એક યુવાને જામદુધઈ ગામે આવેલા સાસરે જઈ પત્ની સાથે સજોડે વિષપાન કર્યું હતું તેમાંથી પત્નીનું મૃત્યુ નિપજ્યું છે. વાલીના કંકાસમાં બે બાળકીએ માતાની છત્રછાયા ગૂમાવી છે. જ્યારે શંકરટેકરીમાં પત્નીએ પૈસા આપવાની ના પાડતા પતિએ ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા શાપર ગામમાં પાણીના ટાંકા પાસે વસવાટ કરતા સિદ્ધરાજસિંહ મંગળસિંહ વાઘેલા તથા તેમના પત્ની દિવ્યાબા (ઉ.વ.ર૪)ના લગ્ન પાંચેક વર્ષ પહેલા થયા પછી આ દંપતીને ૧૧ મહિના પહેલાં પુત્ર મીતરાજની પ્રાપ્તિ થઈ હતી. ત્યારપછી હાલમાં મીતરાજને શરદી કે તેવી નાની બીમારી રહેતી હોવાના કારણે આ બાળક રડ્યા કરતો હતો. જેના કારણે માતા દિવ્યાબા સતત ચિંતા અનુભવતા હતા.

આ પરિણીતાએ ગઈ તા.૧૭ના દિને કોઈ જલદ પ્રવાહી ગટગટાવી લીધુ હતું. સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલા દિવ્યાબાનું મૃત્યુ નિપજ્યું છે. પતિએ પોલીસને જાણ કરી છે. સિક્કાના પીઆઈ વી.બી. ચૌધરીએ અપમૃત્યુની નોંધ કરી ગ્રામ્ય ડીવાયએસપીને બનાવથી વાકેફ કર્યા છે.

જામનગરના રામેશ્વરનગર નજીક રાંદલનગરમાં વસવાટ કરતા રમેશભાઈ કાનજીભાઈ કુકડીયાના લગ્ન થોડા વર્ષ પહેલાં જોડિયા તાલુકાના જામદુધઈ ગામના પાયલબેન (ઉ.વ.૩૪) સાથે થયા પછી થોડા દિવસ પહેલાં પાયલબેન પોતાની પુત્રીઓ સાથે પિયર આંટો મારવા માટે ગયા હતા. ત્યાંથી ગયા શનિવારે તેઓને પરત તેડી જવા માટે જામનગરથી રમેશભાઈ સસરાના ઘેર પહોંચ્યા હતા.

જ્યાં પરત આવવા માટે રમેશભાઈ તથા પાયલબેન વચ્ચે બોલાચાલી થતાં પાયલબેને પિતાના ઘરમાં પડેલી કોઈ ઝેરી દવાની શીશી મોઢે માંડી લીધી હતી. તે દૃશ્ય નિહાળી રમેશભાઈએ પણ તે દવા ગટગટાવી હતી. આ દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી ગઈકાલે સારવાર દરમિયાન પાયલબેનનું મૃત્યુ નિપજ્યું છે. મૃતક મહિલાના માતા ઉષાબેન ચમનભાઈ ચૌહાણે પોલીસને જાણ કરી છે. જોડિયાના જમાદાર એમ.ડી. શિયારે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં નવી નિશાળ પાછળ વસવાટ કરતા ગફારભાઈ ઈબ્રાહીમભાઈ ખફી નામના ૩૪ વર્ષના યુવાને પોતાના પત્ની પાસે પૈસા માંગ્યા હતા પરંતુ પત્નીએ હાલમાં પૈસા નથી તેમ કહેતા બંને વચ્ચે કંકાસ થયો હતો. તે બાબતનું માઠું લાગી આવતા ગઈકાલે સવારે ગફારભાઈએ પોતાના ઘરમાં એક ઓરડામાં રહેલા છતના પાઈપમાં ચુંદડી વડે ગળાટૂંપો ખાઈ લીધો હતો. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. પ્રિયાબા વિજયસિંહ જાડેજાનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh