Advertisement
Author: નોબત સમાચાર

જામનગર એસ.ટી. ડિવિઝનને રૂ ૧ કરોડ પ૩ લાખનું નુક્સાન

બે સપ્તાહ પહેલાના ભારે વરસાદથી

જામનગર તા. ૧રઃ બે સપ્તાહ પહેલા થયેલ ભારે વરસાદથી જામનગરના એસ.ટી. ડિવિઝનને પણ રૂ ૧ કરોડ પ૩ લાખ જેવી આર્થિક નુક્સાની થવા પામી હતી.

બે સપ્તાહ પહેલા જામનગર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. તેનાથી સરકારના અનેક વિભાગોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. તેમાં મહાનગરપાલિકા, જિલ્લા, તાલુકા, ગ્રામ પંચાયત, વીજકંપની, એસ.ટી. વગેરે સહિતનાનો સમાવેશ થાય છે.

જામનગર એસ.ટી. ડિવિઝનને પણ મોટી આર્થિક નુક્સાની થવા પામી હતી. અનેક સ્થળે પૂલ, બ્રીજ, રસ્તાનું ધોવાણ થતા એસ.ટી.ના અનેક રૂટ રદ્ કરવા પડ્યા હતાં. જામનગર ડિવિઝન દ્વારા ૧,૬ર,૪૪ર કિ.મી.ની ૧પ૩૪ ટ્રીપો રદ્ કરવી પડી હતી જેના કારણે આવકમાં રૂ ૪ર,૧પ,૭રપ નું ગાબડું પડ્યું હતું. ઉપરાંત એસ.ટી. ડિવિઝન અને ડેપોમાં ર થી ૩ ફૂટથી વધુ પાણી ભરાઈ ગયા હતાં. જેના પરિણામે બસ, ફર્નિચર, રેકોર્ડ, સ્ટેશનરી વગેરેનું રૂ ૧૧,૩૭,૩૦૦ નું નુક્સાન થયું હતું.

જે બસો ક્ષતિગ્રસ્ત બની હતી તેની મરામત કરાવી નાંખવામાં આવી છે, અને તેથી બસો સેવામાં ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આમ જામનગર એસ.ટી. ડિવિઝનને વરસાદથી ૧ કરોડ પ૩ લાખનું નુક્સાન થયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh