Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સામાન્ય લોકો અનાજના એક-એક દાણા માટે તરસે છેઃ
ઈસ્લામાબાદ તા. ૧રઃ ભૂખભેગા થયેલા કંગાળ પાકિસ્તાનમાં એલપીજી સિલિન્ડરની કિંમત ૩પ૩૦ અને કોમર્શિયલના ૧૩,૪૦૦ છે. જનતા મોંઘવારી સામે ઝઝુમવા મજબૂર છે. લોકો પાણીના પ્લાસ્ટિકની બોટલમાં જીવના જોખમે એક-બે કિલો ગેસ લઈ જાય છે.
ભૂખભેગું થયેલું પાકિસ્તાન દારૂણ ગરીબી સામે ઝઝુમી રહ્યું છે. અહીં દરેક વસ્તુના ભાવ આસમાને છે. લોટ અને દાળની કિંમત પણ એટલી વધી ગઈ છે કે, સામાન્ય માણસ અનાજના એક એક દાણા માટે તરસી રહ્યું છે.
હાલમાં પાકિસ્તાનમાં રોજબરોજની વસ્તુઓના ભાવ એટલા વધી ગયા છે કે ત્યાંના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનમાં લોટ, દાળ, તેલ, ખાંડ, દૂધ અને શાકભાજીના ભાવ આસમાને છે.
આ સાથે પાકિસ્તાનમાં ગેસના ભાવ પણ આસમાને છે. ભારતમાં ૧૪ લીટરનો ગેસ સિલિન્ડર ૮૦૦ થી ૯૦૦ રૂપિયાની વચ્ચે વેંચાઈ રહ્યો છે. જ્યારે પાકિસ્તાનમાં ૧ર લીટરનો ગેસ સિલિન્ડર ૩પ૩૦ પાકિસ્તાની રૂપિયામાં વેંચાઈ રહ્યો છે!
ધી પ્રાઈઝ ઈન્ડેક્ષ પી.કે.ના રિપોર્ટ અનુસાર ઓગસ્ટ ર૦ર૪ માં પાકિસ્તાનમાં એક કિલો એલપીજીની કિંમત ૩૦૦ રૂપિયા છે, જ્યારે ૧ર કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત ૩પ૩૦ પાકિસ્તાની રૂપિયા છે. પાકિસ્તાનમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ૧૩,૪૦૦ પાકિસ્તાની રૂપિયા છે.
જો કે, આ કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ૪પ.પ કિલો એલપીજી ગેસ હોય છે. પાકિસ્તાનમાં સ્થિતિ એટલી ખરાબ છે કે, ત્યાંના કેટલાક વિસ્તારોમાં લોકો પાસે લોખંડના ગેસ સિલિન્ડર પણ નથી. આ વિસ્તારોમાં લોકો પ્લાસ્ટિકની પાતળી બોટલોમાં એક કિલો કે બે કિલો ગેસ ભરીને ઘરે લઈ જાય છે. નિષ્ણાતોના મતે આ ખૂબ જ ઘાતક હોઈ શકે છે. થોડી બેદરકારી આવા બોટલ સિલિન્ડરને બોમ્બ શેલમાં ફેરવી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial