Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં ૨૭ પોલીસ કર્મચારીની અરસપરસ બદલીનો એસપીએ કર્યાે આદેશ

પીઆઈ તથા પીએસઆઈની બદલી પછી

ખંભાળિયા તા. ૧૨: દેવભૂમિ દ્વારકા જિલ્લાના બિન હથિયારધારી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કુલ પૈકીના ૨૭ કર્મચારીની અરસ પરસ બદલીના ગઈકાલે રાત્રે એસપીએ હુકમ કર્યા છે. અગાઉ પીઆઈ તથા પીએસઆઈની સામૂહિક બદલી કરાયા પછી ગઈકાલે વધુ ૨૭ એએસઆઈ, હે.કો. તથા પોલીસમેનની બદલીનો આદેશ આવ્યો છે.

એસઓજીમાં ફરજ બજાવતા હરદેવસિંહ જાડેજાને સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે. જ્યારે ખંભાળિયા પોલીસ સ્ટેશનના શક્તિસિંહ જાડેજાને જિલ્લાની ટ્રાફિક શાખામાં, કલ્યાણપુરથી જેસાભાઈ બેરાને ભાણવડ, સલાયાથી લખમણ લગારીયાને મીઠાપુર, કલ્યાણપુરથી ગીરૂભા જાડેજાને બેટ દ્વારકા તેમજ રવિ જાદવને હેડકવાર્ટરમાંથી બેટ દ્વારકા, દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઉષાબેન ચાવડાને દ્વારકા મંદિર સુરક્ષામાં તથા ચેતનસિંહ જાડેજાને પોલીસ હેડકવાર્ટરમાંથી સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં નિયુક્તિ આપવામાં આવી છે.

જ્યારે રામભાઈ ખુંટીને પોલીસ હેડકવાર્ટરમાંથી એલઆઈબીમાં, વિશ્વાસ ચૌહાણને બેટ દ્વારકાથી મીઠાપુર, શિલ્પાબા જાડેજાને દ્વારકાથી પોલીસ કંટ્રોલરૂમમાં તથા ભાનુબેન ડેરને પોલીસ કંટ્રોલ રૂમમાંથી વાડીનાર મરીન પોલીસ સ્ટેશનમાં મુકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh