Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડ કન્યાશાળાના આચાર્યને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળતા સ્કૂલે કર્યંર્ુ બહુમાન

રાજયપાલ, મુખ્યમંત્રી, શિક્ષણમંત્રીના હસ્તે સન્માન થયુ હતું

ખંભાળીયા તા. ૧રઃ તાજેતરમાં શિક્ષકદિને દ્વારકા જિલ્લાના ભાણવડની કન્યા શાળાના આચાર્ય શંકરસિંહ બારીયાને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ રાજ્યકક્ષાનો પ્રાપ્ત થતાં તથા ગાંધીનગર રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરીયા તથા ડો. કુબેર ડીંડોરના હસ્તે સન્માન થતાં સ્થાનિક ભાણવડની કન્યા શાળા દ્વારા તેમના સન્માનનો અનોખો કાર્યક્રમ શાળામાં  યોજવામાં આવ્યો હતો.

ભાણવડ કન્યા શાળા તથા સરકારી અંગ્રેજી માધ્યમ શાળા બન્ને દ્વારા સંયુકત રીતે તેમના સ્ટાફના શંકરસિંહ બારીયાને મળેલ આ શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ બદલ અદકેરું સન્માન સૌ સ્ટાફ તથા છાત્રો દ્વારા કરવામાં આવ્યું હતું.

અંગ્રેજી માધ્યમ દ્વારા વિશેષ પ્રકારની કેક જેમાં પુસ્તક, ગ્રીન બોર્ડ, ચોક, ડસ્ટર હતા તથા ગુજરાતી માધ્યમ દ્વારા ખાસ સ્મૃતિભેટથી સન્માન કરાયું હતું તથા છાત્ર છાત્રાઓએ પણ શંકરસિંહનુ સન્માન કર્યું હતું.

શંકરસિંહ બારીયા દ્વારા બન્ને માધ્યમના સ્ટાફ તથા છાત્રોનો આભાર માની શાળામાં ૧૧૧૧૧નું દાન પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે શંકરસિંહે ર૦૧૮માં આ કન્યા શાળામાં આચાર્ય તરીકે જોડાઈ અહીં અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા છાત્રાની સંખ્યા ર૧૮ માંથી રેકોર્ડરૂપ ૬પ૦ કરતા તથા દાતાના સહયોગથી સાડાત્રણ વર્ષ શાળા ચલાવવા સાથે ર૬ લાખના સાધનો લોક ભાગીદારીથી શાળામાં વસાવ્યા છે તથા શિક્ષણ ક્ષેત્રે અવનવા પ્રયોગો કરી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh