Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેટલાક વિસ્તારોમાં એક મહિનાથી ગંધાતા પાણીઃ તંત્ર નિદ્રાધીન
સલાયાના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે. કચરાઓના ઢગલા પડ્યા રહે છે. લતાવાસીઓએ અનેક રજુઆત કરવા છતાં આ બાબતે નગરપાલિકા યોગ્ય પગલાં લેતી નથી. ગટરોનું પાણી રસ્તા પર ફરી વડે છે. અમૂક જગ્યાએ તો એ ગટરનું પાણીમાં સેવાળ થઈ ગયા છે અને ભયંકર દુર્ગંધ મારતું હોઈ બીમારીઓ ફેલાઈ એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. સલાયા વોર્ડ નંબર ૧માં નગીના મસ્જીદ, માયલા વાસ, સલાયા સફી ઢોરો, તોકલીવારાના ઘર સામેની ગલીમાં અનેક જગ્યાએ ગટરના પાણી એક મહિનાથી ભરેલા પડ્યા છે. હાલ ઈદે મિલાદના તહેવાર ચાલતા હોય આ ગટરના પાણીનો નિકાલ થાય એ જરૂરી છે. આ બાબતે સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા દ્વારા લતાવાસીઓને સાથે રાખી લેખિતમાં અરજી આપેલ છે. હવે તંત્ર આ બાબતે યોગ્ય પગલાં ભરે એવી લોકોની માંગણી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial