Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા ૫ંચાયતના સદસ્ય દ્વારા
જામનગર તા. ૧રઃ જામનગરમાં બાયપાસ ચોકડીથી ઠેબા ચોકડી વચ્ચે અને બાયપાસ ચોકડીથી લાલપુર ચોકડી, અને મોખાણાના પાટિયાથી મુખ્ય રોડ સુધીનો ર-૩ વર્ષ પહેલા બનાવાયેલ ૧ કિ.મી.નો સીંગલ પટી રોડ પર ખાડા પડ્યા હોવાથી લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ૧૪ થી ૧પ ગામને જોડતા આ માર્ગની મરામત કરવા માંગણી કરવામાં આવી છે.
જામનગર જિલ્લા પંચાયતના સદસ્ય પ્રભાતભાઈ જાટીયાએ રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, ૧૪ થી ૧પ ગામોને જોડતા આ સીંગલપટી માર્ગ પર વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ અગાઉ સંબંધિત અધિકારીઓને અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ દાદ આપવામાં આવી નથી. આથી સત્વરે યોગ્ય પગલા લેવામાં આવે તેવી લોક માંગણી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial