Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રજાપતિ સોસાયટીમાંથી તીનપત્તી રમતા છ પકડાયાઃ
જામનગર તા. ૧૨: જામનગરના નવાગામ ઘેડમાં વિમલ પાર્કમાં ગઈરાત્રે જુગાર રમતા આઠ શખ્સને પોલીસે પકડી પાડ્યા છે. ગોકુલનગર પાસે પ્રજાપતિ સોસાયટી નજીક તીનપત્તી રમતા છ શખ્સ ઝડપાયા છે. પવનચક્કી નજીક ગોદળીયાવાસ પાસેથી બે શખ્સ ચલણી નોટના નંબર પર એકીબેકી બોલતા મળી આવ્યા છે.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી વિમલ પાર્ક સોસાયટીમાં વિજય પરમાર નામના શખ્સના મકાન પાસે ગઈરાત્રે તીનપત્તી રમી રહેલા કમલેશ રણછોડભાઈ પરમાર, અક્ષય શંકરભાઈ સોલંકી, સંદીપ કિશોરભાઈ વાઘેલા, કિશોર મેરામણભાઈ સોલંકી, રાકેશ રણછોડભાઈ પરમાર, વિજય નવીનભાઈ ચાવડા, હરેશ મંગાભાઈ સોલંકી, વિજય મનસુખભાઈ પરમાર નામના આઠ શખ્સ પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા. પટમાંથી સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે રૂ૧૫,૨૯૦ રોકડા કબજે કર્યા છે.
જામનગરના ગોકુલનગર પાસે આવેલી પ્રજાપતિ સોસાયટીમાં ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા ગોજીયા વજસીભાઈ અરજણભાઈ, ભગવાનજી પોપટભાઈ સનુરા, કિશોરભાઈ નાનજીભાઈ વારોતરીયા, મનસુખભાઈ અમરાભાઈ સીંગરખીયા, કરશનભાઈ કાનાભાઈ ખરા, જગદીશભાઈ દેવજીભાઈ સોલંકી નામના છ શખ્સને પોલીસે પકડી લીધા હતા. પટમાંથી રૂ૧૭,૧૪૦ કબજે કરાયા છે.
જામનગરના પવનચક્કી વિસ્તાર પાસે ગોદળીયા વાસમાં ગઈકાલે ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમતા નરેશ કરશનભાઈ તખ્તાણી, રમેશભાઈ નારણદાસ પરીયાણી નામના બે શખ્સને સિટી એ ડિવિઝનના સ્ટાફે પકડી પાડી રૂ૨,૪૨૦ ઝબ્બે લીધા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial