Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઈદેમિલાદનું ભવ્ય જુલુસ નીકળશેઃ તડામાર તૈયારી

તા. ૧૬મી સપ્ટેમ્બરની સાંજે ચાર વાગ્યાથી

જામનગર તા. ૧રઃ ઈદે મિલાદના પવિત્ર તહેવાર નિમિત્તે સુન્ની મુસ્લિમ જમાત જામનગર દ્વારા તા. ૧૬-૯-ર૦ર૪ ના સાંજે ૪ વાગ્યે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેરમાં આ વર્ષે પણ બારમી શરીફને પૂરા અદબ અને અહેતરામની સાથે મનાવવામાં આવશે. આ પ્રસંગે બારગાહે રિસાલત મઆબમાં નજરે અકિદત પેશ કરવા શાનદાર જુલુસનું આયોજન કરવામાં આવ્યું છે.

જુલુસ સાયરપીરચોક, સઈના વંડાથી શરૂ થઈ રાબેતા મુજબ હાજીપીર ચોક, ઘાંચીની ખડકી, ગઢની રાંગ, કાલાવડ ગેઈટ રોડ, પાંચહાટડી, દરબારગઢ, જુમ્મા મસ્જિદ, ટાવર મસ્જિદ, ચાંદીબજારથી પુનઃ દરબારગઢ ચોકમાં મોડી સાંજે સમાપ્ત થઈ સભાના રૂપમાં ફેરવાઈ જશે. જ્યાં પયગમ્બર સાહેબના પવિત્ર જીવનના પૈગામ બ્યાન કરવામાં આવશે. આ પ્રસંગે દરેક મિલાદ પાર્ટી, સુન્ની-જમાતો, કમિટીઓ, સંસ્થાઓ, સ્કૂલો, પોતપોતાના બેનરો લઈ અને વાહન ચાલકોને વાહનોને શણાગરી જુલુસમાં સામેલ થવા આમંત્રણ આપવામાં આવે છે. તેમજ સૂચના આપવામાં આવે છે કે, કોઈપણ વાહનમાં ડીજે સિસ્ટમ રાખવી નહીં.  કેટલાક ના સમાજ લોકો શરીયતની વિરૂદ્ધ જઈ પયગમ્બર સાહેબના જુલુસમાં અદબ અને અહેતરામના બદલે ફટાકડા ફોડી પોતાની જાહેલીયત અને મઝહબથી વિરૂદ્ધ વર્તન કરતા હોય, જે કારણે સમગ્ર સુન્ની-મુસ્લિમ સમાજના ઉલ્મા-એ કિરામ, સાદાતે કિરામ અને તમામ સુન્ની જમાતના આગેવાનોએ સખ્ત નારાજગી દર્શાવી છે.

આ બાબતથી તમામ લોકો દૂર રહે. સુન્ની-મુસ્લિમ બિરાદરો અચૂક હાજર રહી બારગાહે રિસાલત મસાબમાં ખિરાજે અકિદત પેશ કરવા સુન્ની-મુસ્લિમ જમાત તરફથી અપીલ કરવામાં આવે છે.

જો કે, દરવર્ષે સુન્ની-મુસ્લિમ બિરાદરો બારમી શરીફ રાત્રે પોતપોતાના વિસ્તારને શણગારે છે. મસ્જિદોમાં દરૂદ શરીફ, કુઆર્ન શરીફના ખત્મો રાખવામાં આવે છે. અનેક પ્રકારની ન્યાઝો, તકસીમ કરવામાં આવે છે અને આ રીતે જામનગર શહેરના સુન્ની-મુસ્લિમ બિરાદરો પયગમ્બર સાહેબ પ્રત્યે પોતાની ખિરાજે અકિદત પેશ કરે છે. તેમજ બારમી શરીફના દિવસે જામનગર શહેરની અલગ-અલગ મિલાદ પાર્ટીઓ પુરા અદબ અને અહેતરામ સાથે મિલાદ શરીફ તેમજ દરૂદ શરીફ પઢતા-પઢતા જુલુસમાં સામેલ થાય છે. ઉપરાંત જુલુસમાં દફ સિવાય કોઈપણ પ્રકારના વાજિંત્રો વગાડવાથી સુન્ની-મુસ્લિમો દૂર રહે છે, અને સુન્ની-મુસ્લિમ બિરાદરો પોતપોતાના વાહનોને શણગારી નાના બાળકો સાથે જુલુસમાં સામેલ થાય છે. જુલુસની શાન વધારે છે, સુન્ની જમાતના પ્રમુખ હાજી જુમ્માભાઈ ખફીએ સુન્ની-મુસ્લિમ બિરાદરોને ઉમંગથી આ જુલુસમાં સામેલ થવા અપીલ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh