Advertisement
Author: નોબત સમાચાર

જમીન સંપાદનની રૂ૮૫ લાખની રકમ ઓળવી જવા અંગેના ગુન્હામાં જામીન

પોલીસ દ્વારા ચાર્જશીટ કરાય તે પહેલાં જામીન મંજૂરઃ

જામનગર તા. ૧૨: ખંભાળિયામાં વસવાટ કરતા એક આસામીએ બિનખેતી જમીન ડીપી કપાતમાં જતા મંજૂર થયેલુ વળતર મેળવી લેવા અન્ય વારસોના નામ છૂપાવી ખોટું વારસાઈનામુ કર્યા પછી રૂ૮૫ લાખ ઓળવી લીધાની ફરિયાદ થઈ હતી. આ ગુન્હામાં જેલહવાલે થયેલા આરોપીએ કરેલી જામીન અરજી અદાલતે મંજૂર રાખી છે. આ આરોપી સામે પોલીસ દ્વારા હજુ ચાર્જશીટ કરાયું નથી.

ખંભાળિયાના રેલવે સ્ટેશન રોડ પર રહેતા ઈબ્રાહીમ આમદભાઈ ધાવડા નામના વૃદ્ધે હર્ષદપુર ગામમાં પોતાના પિતાની માલિકીની બિનખેતી જગ્યા આવી હોવાનું અને તે જગ્યા ડીપી કપાતમાં જતા ઈબ્રાહીમ ધાવડાના ઓરમાન ભાઈ ઈકબાલ આમદે અન્ય વારસોના નામ છૂપાવી ખોટું વારસાઈ નામુ રજૂ કરી સરકારમાંથી આવેલી વળતરની રૂ૮૫ લાખની રકમ ઓળવી લીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી.

આ ગુન્હા અંગે પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો અને આરોપી ઈકબાલ આમદ ધાવડાની ધરપકડ કરી હતી. જેલહવાલે થયેલા આ આરોપીએ જામીન મુક્ત થવા ખંભાળિયાની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. આ આરોપી સામે હજુ ચાર્જશીટ પણ કરવામાં આવ્યું નથી. અદાલતે આરોપીના વકીલ અબરારઅલી એ. ઘોરી તથા મહંમદહનીફ કે. સોઢાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh