Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કરાઈ હતી ફરિયાદઃ
જામનગર તા. ૧૨: એક આસામીની મોટરને નડેલા અકસ્માત અંગે વળતર ચૂકવવાનો વીમા કંપનીએ ઈન્કાર કરતા ગ્રાહક તકરાર ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે વ્યાજ સાથે ક્લેઈમ ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાતેલ ગામના મહિપતસિંહ સીદુભા જાડેજાએ વર્ષ ૨૦૨૦માં સ્વીફ્ટ ડિઝાયર મોટર ખરીદી હતી. તેનો આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી વીમો લેવામાં આવ્યો હતો. તે મોટર લઈને ધ્રાંગધ્રાથી તેમના મિત્ર અમદાવાદ જતા હતા ત્યારે માર્ગમાં અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં મોટરને રૂપિયા પોણા ચાર લાખનું નુકસાન થયું હતું. તે રકમનો ક્લેઈમ કરાતા વીમા કંપનીએ મોટરનો ધંધાકીય ઉપયોગ કરાયો હોવાનું જણાવી ક્લેઈમ રદ્દ કર્યાે હતો. તેથી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરાઈ હતી.
ઉપરોક્ત ફરિયાદ ચાલી જતાં ફોરમે મોટર રીપેરીંગમાં થયેલી રૂ૨,૯૫,૦૫૫ની રકમ ૯ ટકા વ્યાજ સાથે તથા વળતર પેટે રૂ૮ હજાર અલગથી ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ગિરીરાજસિંહ જાડેજા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial