Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દુકાન પાસે લઘુશંકાના પ્રશ્ને ૧૩ વર્ષ પહેલાં થયો હતો હુમલોઃ
જામનગર તા. ૧૨: લાલપુરના સેતાલુસમાં દુકાન પાસે લઘુશંકા કરવાના પ્રશ્ને ૧૩ વર્ષ પહેલાં બે યુવાન પર ટોળાએ હુમલો કરી માર માર્યાે હતો. પોલીસે હત્યા પ્રયાસ તથા રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો. આરોપીમાંથી બે મહિલા સહિત સાતને ત્રણ વર્ષની સખત કેદની સજા અને અન્ય ગુન્હાઓમાં પણ સજા અને રોકડનો દંડ ફટકારવામાં આવ્યો છે.
લાલપુર તાલુકાના સેતાલુસ ગામમાં ગઈ તા.૨૧-૮-૧૧ના દિને બાબુભાઈ છગનભાઈ મકવાણાના ભત્રીજા જયેશ જયંતિભાઈ સાથે દુકાન પાસે લઘુશંકા કરવાના પ્રશ્ને દિનેશ રણછોડભાઈ સાથે બોલાચાલી થયા પછી તે બાબતનું સમાધાન કરવા માટે ભાણજીભાઈને બોલાવાયા હતા. ત્યાં રણછોડ જીવાભાઈ, મહેશ નરશીભાઈ, નરેશ નરશીભાઈ, દિનેશ રણછોડ ભાઈ, વિપુલ રણછોડભાઈ, નીમુબેન રણછોડભાઈ, નીતાબેન રણછોડભાઈ, રસીક રણછોડભાઈ રોરીયાએ બોલાચાલી કરી હતી.
ઉપરોક્ત ટોળકીએ ધોકા, તલવાર, પાઈપ વડે હુમલો કરી જયંતિભાઈ તથા ભાણજીભાઈને માર માર્યાે હતો. બાબુભાઈ મકવાણાએ જે તે વખતે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યા પ્રયાસ, રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો.
ઉપરોક્ત કેસ જામનગર સેશન્સ કોર્ટમાં ચાલી જતાં અદાલતે આરોપી રણછોડભાઈ તેમજ મહેશ, નરેશ, વિપુલ, નીમુબેન, નીતાબેન, રસીક ભાઈને આઈપીસી ૧૪૩ના ગુન્હામાં છ મહિનાની કેદ, રૂ૧ હજારનો દંડ, આઈપીસી ૧૪૭ ના ગુન્હામાં છ મહિનાની કેદ, રૂ૧ હજારનો દંડ, આઈપીસી ૧૪૮ના ગુન્હામાં પણ છ મહિનાની કેદ, રૂ૧ હજારનો દંડ, આઈપીસી ૩૦૭ તથા ૧૪૯ના ગુન્હામાં ૩ વર્ષની કેદ અને રૂપ હજારનો દંડ, આઈપીસી ૩૨૩, ૧૪૯માં એક વર્ષની કેદ, રૂ૧ હજારનો દંડ, આઈપીસી ૩૨૪ અને ૧૪૯ના ગુન્હામાં બે વર્ષની કેદ અને રૂ૧ હજારનો દંડ તથા આઈપીસી ૩૨૫, ૫૦૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧)ના ગુન્હામાં પણ અદાલતે કેદની સજા અને રોકડનો દંડ ફટકાર્યાે છે. સરકાર તરફથી એપીપી હેમેન્દ્ર મહેતા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial