Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે જુથો વચ્ચે અથડામણ થતા પોલીસ દોડીઃ વધારાની કૂમકો મંગાવાઈ
બેંગલુરૂ તા. ૧૨: કર્ણાટકના માંડ્યામાં ગણેશ વિસર્જન ટાણે સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી અને ટોળાએ અનેક દુકાનો-વાહનોમાં આગ લગાવી હતી. ભક્તો પર પથ્થરમારો થયો હતો. બે જુથો વચ્ચે અથડામણ પછી શહેરમાં તોડફોડ અને આગચંપીની ઘટના સામે આવ્યા પછી પોલીસ દોડી હતી અને વધારાનો બંદોબસ્ત ગોઠવાયો હતો.
સમગ્ર દેશમાં હાલ ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે, ત્યારે કેટલાક અસામાજિક તત્ત્વો કોમી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે કર્ણાટકના મંડ્યા જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન ભક્તો પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. પથ્થરમારા પછી શહેરની શાંતિ ભંગ થઈ છે. બે જુથો વચ્ચે લડાઈ પછી શહેરમાં તોડફોડ અને આગચંપીની ઘટના સામે આવી છે.
જો કે, ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે હાલ સ્થિતિ પર કાબૂ મેળવ્યો છે, જો કે વિસ્તારમાં હજુ પણ તણાવની સ્થિતિ બનેલી છે. આ ઘટના મંડ્યા જિલ્લાના નાગમંગલા વિસ્તારમાં બની હતી.
ઘટના એવી છે કે, બદરીકોપ્પલુ ગામના યુવકો ગણેશ વિસર્જન માટે સરઘસ નીકાળી રહ્યા હતાં. આ સરઘસ જ્યારે એક મસ્જિદ પાસેથી પસાર થઈ ત્યારે મસ્જિદ પાસેથી અચાનક કેટલાક લોકોએ સરઘસ પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારો થયા પછી પરિસ્થિતિ ધીમે ધીમે વણસવા લાગી હતી અને બન્ને જુથો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી, પરંતુ તે પછી તોફાનીઓએ દુકાનોમાં તોડફોડ કરી અને વાહનોને આગ ચાંપી હતી.
જો કે, પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન અન્ય જિલ્લાઓમાંથી પણ વધારાના દળોને બોલાવવામાં આવ્યા છે. ગણેશ વિસર્જન સરઘસ પર પથ્થરમારાની ઘટના પછી લોકોના એક જુથે પોલીસ સ્ટેશનમાં વિરોધ કર્યો હતો અને ઘટના માટે જવાબદાર લોકોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી.
દરમિયાન જિલ્લામાં વધારાનો પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી છે. હજુ પણ વિસ્તારમાં તણાવની સ્થિતિ બનેલી છીે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial