Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઢોલ નગારાની તાલે તાલે ગણેશજીના ભજન ગાતા ગાતા અબાલવૃદ્ધ ભાવિકો મોટી સંખ્યામાં ઉમટ્યા
ખંભાળીયા તા. ૧રઃ ખંભાળીયા શહેરમાં ઢગલાબંધ ગણેશજીની સ્થાપના થઈ હોય પાંચમાં દિવસે ગણેશજીના વિસર્જન ખંભાળીયામાં રામનાથ પાસે ઘી નદીમાં થયા હતાં.
શહેરમાં જે વિસ્તારોમાં સ્થાપના થઈ હોય ત્યાંથી શણગારેલા ટ્રેકટર તથા રિક્ષામાં ઢોલ નગારા તથા ડીજેના તાલે ગણેશજીના ભજન ગાતા ભાવિક સ્ત્રી-પુરૂષો, બાળકો મોટી સંખ્યામાં વિસર્જન માટે ઉમટ્યા હતાં.
રામનાથ રોડ પર દર દશ મિનિટે એક ગણેશ વિસર્જન સરઘસ નીકળતા રામનાથ રોડ ગુલાલ કંકુથી છવાઈ ગયો હતો. ઢોલ નગારા સાથેની વિસર્જન યાત્રાઓ જોવા પણ લોકો ઉમટ્યા હતાં.
ઘી નદીમાં ગણેશ વિસર્જન યાત્રામાં ખંભાળીયા પો.ઈ. વી.જે. સરવૈયા દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ચીફ ફાયર ઓફિસર મીતરાજસિંહ પરમાર તથા ફાયર કર્મચારી મનસુખભાાઈ મારૂ દ્વારા નદીમાં ગણેશજી વિસર્જન સ્થળે બંદોબસ્ત ગોઠવાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial