Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદના સરખેજ પાસેથી રૂ એક કરોડના ડ્રગ્સ સાથે બે દબોચાયાઃ એક આરોપી ફરાર

બોલો, ઈકો ગાડીના ટાયરમાંથી ડ્રગ્સ મળતા પોલીસ પણ ચોંકી!

અમદાવાદ તા. ૧૨: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૧ કરોડથી વધુના ડ્રગ્સ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓ રાજસ્થાનથી આ એમડી ડ્રગ્સ લઈને આવતા હતાં અને સરખેજ પહોંચે તે પહેલા જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ડ્રગ્સ લાવનાર અને અન્ય એક રિસિવરની પોલીસે ધરપકડ કરી છે. આ ડ્રગ્સ અમદાવાદમાં કોને આપવાનું હતું તેને લઈ પોલીસે પૂછપરછ હાથ ધરી છે. હાલ પોલીસે કાર અને ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.

ઉલ્લેખનિય છે કે, રાજ્યનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડી ગયું છે, અને દર બીજા દિવસે રાજ્યમાંથી લાખો-કરોડોનું ડ્રગ્સ ઝડપાય છે. એમાં પણ ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં ડ્રગ્સ સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યું છે. ડ્રગ્સ પેડલરો માટે ગુજરાતનો દરિયો આશીર્વાદ બન્યો છે. આ ઉપરાંત રોડ માર્ગે પણ ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થો ગુજરાતમાં ઘૂસાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સરખેજ વિસ્તારમાં ૧ કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ડ્રગ્સ પેડલરોએ એવી તરકીબ અપનાવી હતી કે પોલીસ પણ ચોંકી ઊઠી હતી.

અમદાવાદમાં ડ્રગ્સનો સૌથી વધુ ઉપયોગ થાય છે. અમદાવાદ ડ્રગ્સ પેડલોરનું મોટું નેટવર્ક પથરાયેલું છે. દરરોજ લાખો-કરોડોનું ડ્રગ્સ સપ્લાય કરવામાં આવે છે. ડ્રગ્સના દૂષણને નાથવા માટે અમદાવાદ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો સતત પ્રયાસ કરી રહી છે.

ક્રાઈમ બ્રાન્ચે આસિમ હુસેન સૈયદ અને વિષ્ણુવાદી નામના બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ડ્રગ્સ પહોંચાડનાર અતિક નામનો આરોપી ફરાર થઈ ગયો છે.

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું છે કે જયપુર-રતલામ રૂટથી અમદાવાદમાં ડ્રગ્સનો જથ્થો ઘૂસાડવામાં આવી રહ્યો હતો. ડ્રગ્સ માફિયાએ આ વખતે નવી જ તરકીબ અપનાવી હતી. આ તરકીબ જોઈને ભલભલા અચંબિત થઈ જાય. કોઈએ પણ વિચાર્યું ન હોય એમ ઈકો ગાડીના ટાયરમાં ડ્રગ્સનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે ઈકો ગાડીની તલાશી લેતા ટાયર ખોલીને જોયું તો ઘટના સ્થળે હાજર સ્ટાફ અચંબામાં મૂકાઈ ગયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh