Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગૌશાળામાં અન્ય ગાયોની હાલત પણ દયનીયઃ ગૌશાળાના ત્રણ સંચાલક સામે ફોજદારીઃ
જામનગર તા. ૧૨: દ્વારકામાં આવેલી કનૈયાધામ અન્નક્ષેત્ર ગૌશાળામાં દોઢ મહિના પહેલાં એક સાથે ૧૦ ગાયના મૃત્યુ નિપજતા ખળભળાટ મચ્યો હતો. તે પછી ૪ વાછરડા પણ મોતને ભેટ્યા હતા. તેઓના મૃત્યુના કારણને જાણવા મૃત પશુઓના પોસ્ટમોર્ટમ કરાવવા ઉપરાંત અવશેષો જામનગર સ્થિત લેબોરેટરીમાં મોકલી અપાયા હતા. તેનો રિપોર્ટ આવ્યો છે. જેમાં આ પશુના મૃત્યુ ભૂખના કારણે થયાનું ખૂલતા ગૌશાળા પર ગઈકાલે ગૌપ્રેમીઓ દોડી ગયા હતા. જ્યાં અન્ય ગાયો પણ અત્યંત કૃશ હાલતમાં જોવા મળતા આ ગાયોને પૂરતું ખાવા-પીવાનું ન મળ્યું હોવાનું માની તેના ત્રણ સંચાલક સામે પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
દ્વારકા શહેરમાં આવેલી કનૈયાધામ અન્નક્ષેત્ર ગૌશાળાનું સંચાલન જામનગરના વિજય ભોગાયતા, સંજય ભોગાયતા તથા નગાભાઈ માડમ દ્વારા કરવામાં આવે છે. તેઓની ગૌશાળામાં ગઈ તા.૨૫ જુલાઈના દિને કોઈ કારણથી ૧૦ ગાયનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બાબતની જાણકારી મળતા હરભમભા કેરે સંવેદના વ્યક્ત કરી ગૌશાળાના ટ્રસ્ટી વિજય ભોગાયતાને તેની જાણ કરી હતી. આમ છતાં ટ્રસ્ટીઓએ પૂરતું ધ્યાન ન આપતા થોડા જ દિવસમાં ચાર વાછરડા પણ મોતને શરણ થતાં ગૌપ્રેમીઓમાં રોષ પ્રસર્યાે હતો.
ત્યારપછી તમામ ૧૪ ગૌવંશના મૃત્યુ અંગે પશુ ડોક્ટર પાસે પોસ્ટમોર્ટમ કરાવવા ઉપરાંત જામનગર સ્થિત એડીઆઈએ લેબોરેટરીમાં મૃત પશુઓના અવશેષો પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા હતા. તેનો ગઈકાલે રિપોર્ટ આવ્યો છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યા મુજબ ૧૦ ગાય તથા ૪ વાછરડાના મૃત્યુ ભૂખમરાના કારણે નિપજ્યાનું ખૂલ્યું છે. તેથી દ્વારકામાં યજમાનવૃત્તિ કરતા અને ગાયોની સેવાના કાર્ય સાથે સંકળાયેલા હાર્દિક શૈલેષભાઈ વાયડા સહિતના ગૌપ્રેમીઓ ગૌશાળા પર દોડી ગયા હતા.
જ્યાં તેઓએ અન્ય ગાયોને નિહાળતા આ ગાયો પણ પૂરતું ખાવા-પીવાનું ન મળવાના કારણે અત્યંત દુર્બળ અને દયનીય હાલતમાં જોવા મળતા ગૌપ્રેમીઓના હૃદય દ્રવી ઉઠ્યા હતા. દ્વારકા પોલીસ મથકમાં મોડીરાત્રે હાર્દિકભાઈએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ કનૈયા ધામ ગૌશાળાના ટ્રસ્ટીઓની બેદરકારીના કારણે ૧૦ ગાય સહિત ૧૪ ગૌવંશના મૃત્યુ નિપજ્યા છે અને બાકીની જીવંત ગાયો દુર્બળતા પામી છે. પોલીસે ગૌશાળાના ટ્રસ્ટી વિજય ભોગાયતા, સંજય ભોગાયતા, નગાભાઈ માડમ સામે પશુ પ્રત્યે ઘાતકીપણું આચરવા અંગે ત્રણેય શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે. આ બનાવના પગલે ધર્મનગરી દ્વારકામાં ચકચાર પ્રસરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial