Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફરિયાદ, ટેક્સ પેમેન્ટ, વિવિધ સેવાઓ હવે આંગળીના ટેરવેઃ
જામનગર તા. ૧૨: નગરજનોની સુવિધા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા જેએમસી કનેક્ટ નામની નવી મોબાઈલ એપ્લીકેશન બનાવવામાં આવી છે. જેનું લોન્ચીંગ ગઈકાલે સાંજે સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યું હતું. આ એપ્લીકેશનથી લોકો ફરિયાદ કરી શકશે, વેરા ભરપાઈ કરી શકશે. ઉપરાંત મહાનગરપાલિકાની અનેક સેવાની સુવિધા ઉપલબ્ધ થશે.
નગરજનોને અનેક સેવાઓ મોબાઈલ ફોન મારફત આંગળીના ટેરવે મળી રહેશે. "જેએમસી કનેક્ટ" નામની આ એપ્લીકેશનનું ગઈકાલે સાંજે તળાવની પાળે આયોજીત કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમના હસ્તે લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.
આ સમયે મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટીના ચેરમેન નિલેષ કગથરા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શાસકપક્ષના નેતા આશિષ જોષી, દંડક કેતનભાઈ નાખવા, કમિશ્નર ડી.એન. મોદી, સિટી ઈજનેર ભાવેશ જાની, આસિ. કમિશ્નર (ટેક્સ) જીગ્નેશ નિર્મળ, શહેર ભાજપ અધ્યક્ષ વિમલ કગથરા, એચડીએફસી બેંકના નિરજ દતાણી, પૂનિત પટેલ, પીનલ શાહ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
શહેરના અલગ-અલગ પાર્ક, વોકીંગ ૫ાસ, કોમ્યુનિટી હોલ અથવા ટાઉનહોલ બુકીંગ, વેરા ભરપાઈ, જન્મ-મરણના દાખલા, ઓનલાઈન નામ ટ્રાન્સફર, દંડ, પેનલ્ટી સહિતની તમામ પ્રકારની ચૂકવણી, નગરની માહિતી, સરકારી યોજનાઓ, ફલ્ડ કંટ્રોલ મેનેજમેન્ટ સહિતની સુવિધા ઓનલાઈન મળશે.
મહાનગરપાલિકા સંબંધિત કચરા, સફાઈ, પાણી સહિતની વિવિધ ફરિયાદો થઈ શકશે. જેનો ઉકેલ લાવવામાં આવશે. તેની સંપૂર્ણ માહિતી આ એપ્લીકેશનથી મળી રહેશે. આ સાથે ઓફિસર્સ ૩૧૧ એપ્લીકેશન પણ લોન્ચ કરાઈ છે. જેમાં ફિલ્ડ વર્ક કરતા અધિકારીની કામગીરીની વિગતો મળી રહેશે.
ઉકરડાના પોઈન્ટ આઈએસ મેપીંગથી જોઈ શકાશે. કર્મચારીઓ જીપીએસ બેઈઝ હાજરી પૂરશે, આથી ગુલટીબાજ કર્મચારી પકડાઈ જશે. શહેરીજનો માટે ૧૨ જાતના મોડયુલ્ડ અને ઓફિસર્સ માટે ૯ જાતના મોડયુલ્ડનું નિર્માણ કરાયું છે. જે તમામ એપ્લીકેશન અને પાંચ વર્ષના ઓપરેશન માટેનો કુલ બાવન લાખનો ખર્ચ એચડીએફસી બેંક દ્વારા આપવામાં આવ્યો છે.
આ એપ્લીકેશન માટે ચીફ એકાઉન્ટ ઓફિસર અને આસિ. કમિશ્નર (ટેક્સ) જીગ્નેશ નિર્મળએ મ્યુનિ. કમિશ્નર અને ડીએમસીના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial