Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમથા બેસી રહેતા તત્ત્વોને તગેડાયાઃ સુરક્ષા અંગે મેળવાઈ વિગતોઃ
જામનગરની જી.જી. હોસ્પિટલમાં સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાના વડપણ હેઠળ એલસીબી, સિટી એ, બી ડિવિઝનના પોલીસ કાફલા દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ કાફલાએ સમગ્ર હોસ્પિટલનંુ અવલોકન કરવા ઉપરાંત મોટાભાગના વોર્ડમાં જઈ ત્યાં પરિસ્થિતિ જાણી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલાં ટ્રોમા સેન્ટર પાસે સારવાર માટે આવેલા એક યુવાન પર હુમલો થયો હતો અને તે યુવાનની હત્યા થઈ ગઈ હતી. ત્યારપછી પોલીસતંત્ર સતર્ક રહે છે. પોલીસ ટીમે હોસ્પિટલના પટાંગણમાં અમથા બેસી રહેતા તત્ત્વોને પણ ત્યાંથી તગેડવા ઉપરાંત ગાયનેક વિભાગમાં બેસી રહેતા પુરૂષોને પણ બહાર ચાલ્યા જવા તાકીદ કરી હતી. હોસ્પિટલની સુરક્ષા અંગે તબીબો તથા સિક્યુરિટી સ્ટાફ પાસેથી માહિતી મેળવી સૂચનો કરવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial