Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્લ્ડ મિટ્રીઓલોજીકલ ઓર્ગેનાઈઝેશનની આગાહી
નવી દિલ્હી તા. ૧રઃ આ વર્ષે દેશભરમાં ભારે વરસાદ અને આકરી ગરમી પછી હવે ઠંડી તમને પરેશાન કરશે. વિશ્વ હવામાન સંસ્થાએ આગાહી કરી છે કે લા નીના અસરને કારણે આ વર્ષે સામાન્ય કરતા વધુ ઠંડી રહેશે. ઉત્તર ભારતમાં પણ શિયાળાનો સમયગાળો વધશે.
આ વર્ષદે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. પર્વતોથી મેદાનો સુધી વરસાદ ચાલુ રહ છે. અનેક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અગાઉ આકરી ગરમીએ ઉત્તર ભારતને ખૂબ જ પરસેવો પાડ્યો હતો. મે-જૂન મહિનામાં રાજસ્થાનના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો પ૦ ડીગ્રીને પાર કરી ગયો હતો. આકરી ગરમી અને મુશળધાર વરસાદ પછી હવે ઠંડીએ લોકોને પરેશાન કરી દીધા છે.
વર્લ્ડ મીટીરોલોજિકલ ઓર્ગેનાઈઝેશનએ આગાહી કરી છીે કે આ વર્ષે કડકડતી ઠંડી પડશે. ડબલ્યુએમઓ કહે છે કે તીવ્ર ઠંડીનું કારણ લા નીના અસર હશે. ભારતના ઉત્તરીય ભાગોમાં તીવ્ર ઠંડી વધશે.
એ પણ નોંધનીય છે કે આ વર્ષે સામાન્ય કરતા વધુ ઠંડી રહેશે. એટલું જ નહીં, પરંતુ શિયાળાની મોસમનો સમયગાળો પણ વધશે. ડબલ્યુએમઓ અનુસાર વર્ષના અંત સુધીમાં લા નીનાન સ્થિતિ વધુ મજબૂત થવાની ૬૦ ટકા સંભાવના છે, જેના કારણે દેશના ઉત્તરીય ભાગોમાં સામાન્ય સ્થિતિ કરતા વધુ ઠંડી પડશે.
ડબલ્યુએમઓ એ અહેવાલ આપ્યો છે કે સપ્ટેમ્બર-નવેમ્બર ર૦ર૪ સુધીમાં લા નીના સ્થિતિ બનવાની પપ ટકા સંભાવના છે અને તે ઓક્ટોબર ર૦ર૪ થી ફેબ્રુઆરી ર૦રપ સુધી ૬૦ ટકા સુધી મજબૂત થવાની અપેક્ષા છે. લા નીનાની અસર ભારતમાં ચોાસમા દરમિયાન તીવ્ર અને લાંબા સમય સુધી વરસાદનું કારણ બને છે અને ઉત્તર ભારતમાં સામાન્ય સ્થિતિ કરતા વધુ ઠંડી પડે છે.
વર્ષના અંત સુધીમાં લા નીનાની અસર વધશે, જેના કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં સામાન્ય કરતા વધુ ઠંડી પડી શકે છે.
વાસ્તવમાં લા નીનાનો અર્થ છે કે મધ્ય અને પૂર્વ વિષુવવૃત્તીય પેસિફિક મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન નોંધપાત્ર રીતે ઘટે છે. આ ફેરફાર ઉષ્ણકટિબંધીય વાતાવરણીય તીવ્ર અને લાંબા સમય સુધી વરસાદનું કારણ બને છે. લા નીનાને કારણે શિયાળો પણ સામાન્ય કરતા વધુ ઠંડો હોય છે.
દરેક લા નીના ઈવેન્ટની અસર અલગ અલગ હોય છે. તે તેની તીવ્રતા, અવધિ, વર્ષનો સમય અને અન્ય આબોહવા પરિબળો પર આધાર રાખે છે. સામાનય રીતે લા નીનાની અસર અલ નીનોથી વિપરિત હોય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial