Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અદાલતે સીધી સજા ન ફરમાવીઃ ત્રણ ગણો દંડ ભરવા હુકમઃ
જામનગર તા. ૧૨: જામજોધપુરના ભૂપત આંબરડી ગામમાં ત્રણ વર્ષ પહેલાં વીજ કંપનીએ ચેકીંગ કરી એક આસામીને નજીકના થાંભલેથી લંગર નાખી વીજચોરી કરતા પકડી પાડ્યા હતા. નોંધાયેલો ફોજદારી ગુન્હો ચાલી જતાં અદાલતે આ આરોપીને તક્સીરવાન ઠરાવ્યા પછી સીધી સજાના બદલે એક વર્ષના પ્રોબેશન પર સારી ચાલ ચલગતના રૂ૨૫ હજારના જામીન તેમજ જાત મુચરકા આપવાનો હુકમ કરવા ઉપરાંત દંડની રૂ૧ લાખ ઉપરાંતની રકમ ત્રણ ગણી ચૂકવી આપવા અથવા છ મહિનાની કેદ ભોગવવા હુકમ કર્યાે છે.
જામજોધપુર તાલુકાના ભૂપત આંબરડી ગામમાં રહેતા ગજેન્દ્રસિંહ ઉદેસિંહ જાડેજા નામના આસામીને ત્યાં ગઈ તા.૫-૧-૨૧ના દિને વીજ કંપનીના સ્ટાફે ચેકીંગ કરતા આ આસામી પોતે વીજ મીટર ધરાવતા હોવા છતાં ઘર પાસે આવેલા થાંભલામાંથી સર્વિસ વાયર મેળવી વીજચોરી કરતા હોવાનું જણાઈ આવતા આ આસામીને રૂ૧,૦૮,૫૮૪નું પુરવણી બીલ આપવામાં આવ્યું હતું અને તેની સામે ફોજદારી ફરિયાદ કરાઈ હતી.
તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી ગજેન્દ્રસિંહ જાડેજાને વીજ અધિનિયમની કલમ ૧૩૫ હેઠળ તક્સીરવાન ઠરાવ્યા પછી તે ગુન્હાની સીધી સજા ન કરી હતી પરંતુ એક વર્ષના પ્રોબેશન પર સારી ચાલ ચલગતના રૂ૨૫ હજારના જામીન તથા જાતમુચરકા રજૂ કરવાનો હુકમ કર્યાે છે. તે ઉપરાંત વીજચોરીના બીલની ત્રણ ગણી રકમ ૩૦ દિવસમાં દંડ પેટે જમા કરાવવા અન્યથા છ મહિનાની કેદ ભોગવવા આદેશ કરવામાં આવ્યો છે. સરકાર તરફથી પબ્લિક પ્રોસીક્યુટર પિયુષ પરમાર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial