Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજાશાહી સમયની નાની સિંચાઈ યોજનાનું નિરીક્ષણઃ
ખંભાળિયા તા. ૧૯: ભાણવડ તાલુકાના મોડપર ગામે આવેલા ગુલાબસાગર નાની સિંચાઈ યોજના રીસ્ટોરેશનની કામગીરનું સ્થળ નિરીક્ષણ કરતા કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ આ કામ તાકીદે પૂર્ણ કરવા અધિકારીઓને સૂચવ્યું હતું.
પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ ભાણવડ તાલુકાના મોડપર ગામે આવેલા ગુલાબસાગર નાની સિંચાઈ યોજના રીસ્ટોરેશન કામગીરીની સ્થળ મુલાકાત કરી હતી.
ગુલાબસાગર નાની સિંચાઈ યોજના રીસ્ટોરેશન કામગીરી ત્વરિત પૂર્ણ કરવા કેબિનેટ મંત્રીએ અધિકારીઓને સૂચનો કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ભાણવડના મોડપર ગામે આવેલી ગુલાબસાગર નાની સિંચાઈ યોજના એ રાજાશાહી સમયની યોજના છે જેની કુલ સંગ્રહ ક્ષમતા અંદાજે ૬૧.૩૦ એસસીએફટી છે અને ૫ કિ.મી. કેનાલ નેટવર્ક આવલ છે. આ યોજનાથી મોડપર, કલ્યાણપુર, મોટા કાલાવડ એમ કુલ ત્રણ ગામની અંદાજે ૧૫૦૦ એકર જમીનને સિંચાઈનો સીધો લાભ થાય છે.
હાલમાં પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા ત્રણ બંધ જેવા કે પીકઅપ વીયર, મુખ્ય બંધ ૧ અને ૨ની ડેમસેફટીની ચકાસણી કરાઈ હતી. જેમાં યોજનાના ડેમ જર્જરિત હાલતમાં હોઈ પાણી લીકેજની સમસ્યા તથા બંધ સલામતીને ધ્યાને લઈ સરકાર કક્ષાએથી ગુલાબસાગર નાની સિંચાઈ યોજનાની રિસ્ટોરેશન કામગીરી મંજૂર કરાઈ હતી.
જે કામના અંદાજિત રકમ રૂ.૩૫૪.૬૨ લાખના ખર્ચે કામગીરી શરૂ છે જેમાં હાલમાં ૭૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. આ તકે અગ્રણી પાલાભાઈ કરમુર, ગોવિંદભાઈ કનારા, દેવશીભાઈ કરમુર, સરપંચ, સિંચાઈ વિભાગના અધિકારીઓ વિગેરે હાજર રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial