Advertisement
Author: નોબત સમાચાર

એમઆરપીની નીતિ નક્કી કરી કાયદો ઘડોઃ એફએસપી પણ છાપવાની ફરજ પાડો એબીજીપી

અખિલ ભારતીય ગ્રાહક પંચાયતે જામનગર કલેકટર સાથે ચર્ચા કરી, સરકારને પાઠવ્યું આવેદનપત્રઃ

જામનગર તા. ૧૯: વસ્તુઓના પેકીંગ ઉપર મહત્તમ છૂટક વેચાણ કિંમત (એમઆરપી) છાપવાની નીતિ નક્કી કરવાની બાબતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના જામનગર જિલ્લા સંયોજક, ગીરીરાજસિંહ જાડેજા, દિલીપભાઈ આશર, મહેશભાઈ વ્યાસ તથા એબીજીપી ટીમે જિલ્લા કલેકટરની મુલાકાત લઈને ચર્ચા કરી તેમજ ગ્રાહકોની બાબતોના કેન્દ્રીય મંત્રી તેમજ નાણા મંત્રીના નામે આવેદનપત્ર આપ્યું.

એબીજીપી ટીમે જણાવ્યું કે એમઆરપીની વસ્તુના પેકીંગ ઉપર મનમાની છપાઈ ઉપર સરકારનું નિયંત્રણ હોવું જોઈએ. અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, ૧૯૭૪ થી રાષ્ટ્રીય સ્તરે ગ્રાહકોની જાગૃતિ, તેમના અધિકારો અંગે શિક્ષણ, સંવર્ધન તથા ગ્રાહકોની ફરિયાદો અંગે માર્ગદર્શન કરતું સ્વયંસેવી સંગઠન છે. ગંભીર વિચાર વિમર્શના અંતે વસ્તુઓના પેકીંગ ઉપર એમઆરપીની છપાઈ કરવાની નીતિ નક્કી કરી તેનો કાયદો બનાવવા તથા તેના અમલ માટે નિયમન તંત્ર ગોઠવવાના આદેશો કરવા કેન્દ્ર સરકાર ઉપર દબાણ લાવવા માટે એબીજીપી રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરવાની યોજના બનાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના ૩૮ રાજ્યો અને ૩૮૯ થી વધુ જિલ્લાઓ અને તાલુકા સ્તર સુધી ગ્રાહકોના અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન કરતું એબીજીપી અગ્રણી સંગઠન છે.

સરકારે ૧૯૯૦માં લીગલ મેટ્રોલોજીના કાયદા મુજબ એમઆરપી છાપવાનો આદેશ કરી, છૂટક વેચાણ માટે બજારમાં મુકવામાં આવેલ ઉત્પાદનના પેકીંગ ઉપર એમઆરપી છાપવી ફરજિયાત કરવામાં આવી. છૂટક વેપારી આ એમઆરપીથી વધુ કિંમતે વેચાણ કરે તો ગુન્હો બને છે, પરંતુ એમઆરપીથી ઓછી કિંમતે વેચાણ કરી શકે છે.

મુશ્કેલી એ છે કે એમઆરપી કેવી રીતે નક્કી કરવી જોઈએ ? એ બાબતે કોઈ ઓથોરીટીએ આજ સુધી કોઈ માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી નથી કે તેની નીતિ નક્કી કરી નથી તથા કાયદો પણ આ બાબતે મૌન છે. આજે ઉત્પાદકો મનમાની રીતે એમઆરપી કરી છે. એમઆરપી અપારદર્શી છે અને ગ્રાહકોને એમઆરપીની કેવી રીતે નક્કી કરવામાં આવે છે, તે બાબતમાં કોઈ જાણકારી કે માહિતી હોતી નથી.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સંસ્થાએ એવી રજુઆત કરી છે કે જેનો વસ્તુઓની વાસ્તવિક કિંમત સાથે કોઈ સંબંધ નથી હોતો ! ગ્રાહકોના પ્રતિનિધિ રૂપે અમે માંગ કરીએ છીએ કે એમઆરપીની નીતિની રચના નિષ્પક્ષ, પારદર્શી તેમજ ગ્રાહકોને સમજવામાં સરળ હોય. આજે કોઈપણ ઉત્પાદનની એમઆરપી નક્કી કરવામાં સરકારની કોઈ ભૂમિકા હોતી નથી, એટલે એમઆરપી મનમાની રીતે નક્કી થાય છે. ખાસ કરીને દવાઓની બાબતમાં ગ્રાહકોને બેફામ રીતે લૂંટવામાં આવે છે તથા તેને પેકેટ ઉપર લખવામાં આવતી એમઆરપી તેની પ્રથમ વેચાણ કિંમત કરતા અનેક ગણી વધુ હોય છે. વળી દવાઓની ખરીદીમાં ગ્રાહકો ન તો પોતાના પસંદગીના અધિકારનો ઉપયોગ કરી શકે છે, કે ન તો લૂંટની બાબતમાં તેને કોઈ જાણકારી હોતી. ગ્રાહક પંચાયત, સમગ્ર દેશમાં એમઆરપીનો મુદ્દો શા માટે ઉઠાવી રહ્યું છે? આશરે ૧૪૦ કરોડ ગ્રાહકો વતી ગ્રાહક પંચાયતે કેન્દ્ર સરકારને વસ્તુના ઉત્પાદન ખર્ચ, ઉત્પાદનની પ્રથમ વેચાણ કિંમતને ધ્યાનમાં લઈને દરેક ગ્રાહકને તેનો લાભ મળે તેવા પગલા લેવા માટે અનુરોધ કરે છે. એમઆરપીની નીતિ અને કાયદો બનાવવામાં સમય લાગી શકે તેમ છે. તે દરમિયાન સરકાર વસ્તુઓના પેકીંગ ઉપર એમઆરપીની સાથે એફએસપી પણ છાપવાનો આદેશ જારી કરી શકે છે.

ગ્રાહક જ્યારે ખરીદી કરે છે ત્યારે તે પોતાનો તર્કબદ્ધ વિકલ્પ પસંદ કરી શકે તે માટે જો પેકીંગ ઉપર એફએસપી લખેલી હશે તો ગ્રાહક જાણી શકશે કે તે એફએસપીથી કેટલી વધુ કિંમત ચુકવી રહ્યો છે. એફએસપીનો અમલ કરવાથી ઉત્પાદકો અને વિક્રેતાઓ પર વધુ ભારણ આવશે નહીં તથા સરકારને પણ તેની નાણાકીય આવકમાં કોઈ ઘટ નહીં આવે તેમજ ગ્રાહકોને આનાથી વાસ્તવિક લાભ થશે. આમાં ગ્રાહકોની પસંદગીના અધિકારને મદદરૂપ થશે.

એબીજીપીએ કેન્દ્રીય ગ્રાહકોની બાબતોના મંત્રી તેમજ નાણા મંત્રી સાથે આ વિષય ઉઠાવ્યો છે અને દેશના નાગરિકો કે જેઓ પણ ગ્રાહકો જ છે તેમને આ વિષયની જાણકારી મળી રહે તે માટે દેશના મહત્ત્વના અંગ્રેજી, હિન્દી અને સ્થાનિક ભાષાના અખબારોનો પણ અમો સહયોગ માંગી રહ્યા છીએ.

એમઆરપી બાબતનો અભ્યાસ કરીને આગામી દિવસોમાં સંસદમાં રજૂ કરવા માટે ખાનગી બીલનો મુસદ્દો એબીજીપી દ્વારા બનાવવામાં આવશે જે સંસદ સભ્યોને રજુ કરીને સંસદમાં રજુ કરવા પણ પ્રયાસ કરવામાં આવશે તેમ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ટીમ જામનગરની યાદી જણાવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh