Advertisement
Author: નોબત સમાચાર

કસુરવારો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે જૈન સમાજનું આવેદનપત્ર

પાવાગઢમાં પ્રતિમાઓ હટાવવા સામે ઉગ્ર વિરોધ

પાવાગઢમાં જૈન તીર્થંકરોની પ્રતિમાઓને હટાવવાની ઘટના સામે સમગ્ર ગુજરાતમાં જૈન સમાજમાં ઉગ્ર વિરોધની લાગણી ફેલાઈ છે. જામનગરના જૈન એક્ટિવ ગ્રુપ દ્વારા મુખ્યમંત્રીને સંબોધિત આવેદનપત્ર મામલતદારને સુપરત કરી પ્રતિમાઓ પુનઃ સ્થાપિત કરવા તથા કસુરવારો સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી. પાવાગઢમાં જૈન ધર્મના બાવીસમા તીર્થંકર નેમીનાથ દાદા તથા અન્ય મૂર્તિઓને ખંડિત કરી હટાવી દેવાની ઘટના તે જૈન સમાજ ઉપર આતંકવાદી હુમલા સમાન છે. જામનગરમાં જૈન એક્ટિવ ગ્રુપના નીતિનભાઈ સોલાણી, જીતુભાઈ મહેતા, રમુભાઈ સુતરિયા, રાજુભાઈ સોલાણી, હિરેન હપાણી વગેરેએ આવેદનપત્ર આપ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh